કડાણા ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે : વડોદરા જિલ્લાના ગામોને સાવધ કરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kadana Dam : કડાણા જળાશયમાં ઉપરવાસના સ્ત્રાવ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાથી પાણીની આવક વધી છે. તેમજ હાલમાં અનાસ નદીમાંથી 69,217 કયુસેક અને પાદેડી ગેજીંગ સાઇટે 73,455 ક્યુસેક જેટલા પાણીની આવક થઇ રહેલ છે. વધુમાં મહી-બજાજ સાગર 281.15 મીટરના લેવલ સુધી ભરાયેલ હોઇ તેમાંથી 89,255 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી, કડાણા ડેમની સુરક્ષા તથા ઉપરવાસમાંથી આવતા પાણીનાં પ્રવાહને ધ્યાને લઈ તેમજ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે હાલ 152540 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે ક્રમશ: વધારી તા.06/09/2025 શનિવારના રોજ સવારે 11 કલાકે ડેમમાંથી 2,50,૦૦૦ ક્યુસેક (2,29,600 ક્યુસેક-ડેમના ગેટથી + 20,400 કયુસેક-પાવરહાઉસ મારફતે) જેટલું પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રની સંલગ્ન કચેરીઓ તથા લગત અધિકારીઓને જરૂરી જાણ કરવામાં આવી છે.
કડાણા ડેમનું હાલનું લેવલ (સવારે 7:00 કલાકે): 416 ફૂટ 08 ઇંચ નોંધાયું હતું. કડાણા ડેમમાં હાલમાં પાણીની આવક 1,65,178 ક્યુસેક છે. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં વિપુલ માત્રામાં પાણી આવી રહ્યું છે. જેથી હાલ નદી બે કાંઠે વહી રહી છે. મહીસાગર નદીમાં સતત પાણી આવતું હોવાથી મહીસાગર અને વડોદરા જિલ્લાના નદીકાંઠાના ગામો તથા આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગ્રામજનોને નદીની નજીક ન જવાની સુચના તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જરૂર જણાય ત્યાં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે.
મહી નદીમાં પાણીનું લેવલ સતત વધી રહ્યું છે તેમજ મહી નદીમાં આજરોજ 2,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા વડોદરા ગ્રામ્ય, પાદરા, સાવલી, ડેસર તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં નાગરિકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.








