ખેડા જિલ્લાના કઠલાલ અને મહુધામાં 2 કલાકમાં સવા 2 ઇંચ વરસાદ ખાબક્યો
- સિઝનનો સૌથી વધુ નડિયાદ તાલુકામાં 486 મી.મી. વરસાદ
- વસોમાં પોણા બે, ઠાસરામાં એક અને અન્ય તાલુકામાં છૂટોછવાયો વરસાદ : નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી
ખેડા જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડયો હતો.આજે બપોરના ચારથી છ વાગ્યા દરમિયાન કઠલાલ અને મહુધામાં સવા બે ઇંચ વરસાદ પડયો હતો અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. મહેમદાવાદ તાલુકામાં ૧૪, ખેડા -૪, માતર-૮, નડિયાદ-૮, ઠાસરા -૨૭,ગલતેશ્વર -૧૦, વસો -૪૫ મીલીમીટર વરસાદ નોંધાયો હતો. ખેડા જિલ્લામાં સરેરાશ ૨૪.૧ મીમી વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ખેડા જિલ્લામાં સિઝનનો કપડવંજ તાલુકામાં ૩૨૮ મી.મી., કઠલાલ -૩૫૧, મહેમદાવાદ -૩૩૯, ખેડા -૧૭૭, માતર -૩૦૦, નડિયાદ -૪૮૬, મહુધા -૩૮૬, ઠાસરા -૨૨૫, ગલતેશ્વર ૨૩૧ અને વસો તાલુકામાં ૩૮૨ મિલી મીટર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નડિયાદ તાલુકામાં ૪૮૬ મીલીમીટર જ્યારે સૌથી ઓછો ખેડા તાલુકામાં ૧૭૭ મિલીમીટર નોંધાયો છે.