જામનગરના મોટી ભલસાણ ગામમાં ધોધમાર અઢી ઇંચ વરસાદથી ચોમેર પાણી ફરી વળ્યા : લાલપુરમાં અડધો ઇંચ વરસાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Rain Update : જામનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ બંધાયેલો છે, અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે, ત્યારે આજે સવારથી જામનગર શહેરમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સાથોસાથ ધ્રોલ અને જોડીયામાં પણ વહેલી સવારથી વરસાદની ઝાપટાં ચાલુ રહ્યા છે. હજુ પણ વરસાદી માહોલ હોવાથી વધુ વરસાદ થવાની શક્યતા છે.
જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં ગઈકાલે દિવસ દરમિયાન ધોધમાર અઢી ઇંચ વરસાદ પડી ગયો હતો જેના કારણે ચોમેર પાણી ફરી વળ્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન મોટી ભલસાણ ગામમાં 62 મી.મી. વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત લાલપુરના ગ્રામ્ય પંથકમાં પણ અડધાથી એક ઈંચ વરસાદ પડ્યો હતો, જેમાં હરીપર ગામમાં 27 મી.મી., મોડપરમાં 22 મી.મી., ઉપરાંત પડાણા ભણગોર અને મોટા ખડબામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.









