આજથી મહાત્મા મંદિર સુધીના મેટ્રોના ફુલ રૃટનો પ્રારંભ
આઇપીએસ ૧૦, ડીવાયએસપી ૨૦, પીઆઇ ૫૦, પીએસઆઇ ૧૦૦ અને મહિલા સહિત ૧૮૦૦ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
ગાંધીનગર : તારીખ ૧૧ અને ૧૨મીએ વડાપ્રધાનની ગાંધીનગરમાં ઉપસ્થિતિને લઇને ચકલુ પણ ફરકે નહીં તેવો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. તેમાં આઇપીએસ ૧૦, ડીવાયએસપી ૨૦, પીઆઇ ૫૦, પીએસઆઇ ૧૦૦ અને મહિલા સહિત ૧૮૦૦ પોલીસ કર્મચારીઓને ખડે પગે રાખવામાં આવશે. દરમિયાન તારીખ ૧૧મીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીના મેટ્રો રેલના ફુલ રૃટનો પ્રારંભ પણ વડાપ્રધાનની મુસાફરી સાથે થશે.
ગુજરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ, રાજકોટ અને
ગાંધીનગરમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આવી ચૂક્યા છે. તેમાં
તેઓ તારીખ ૧૧મીએ સાંજે ગાંધીનગર આવશે. અમદાવાદથી મેટ્રો ટ્રેનમાં બેસીને વડાપ્રધાન
તથા જર્મન ચાન્સલર ગાંધીનગરમાં મેટ્રોૌના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી આવશે. આ
સાથે તેઓ મેટ્રોના ફુલ રૃટનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનના ગાંધીનગરમાં બે દવસના
રોકાણને લઇને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમાં ૧૦ જેટલા આઇપીએસ
અધિકારીઓને સુપરવિઝન સોંપવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ
શેટ્ટીના જણાવવા પ્રમાણે ૨૦ જેટલા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ દ્વારા સુરક્ષા
વ્યવસ્થાનું મોનિટરિંગ કરવામાં આવનાર છે. જ્યારે ફીલ્ડમાં ૫૦ પોલીસ ઇન્સપેક્ટર, ૧૦૦ સબ
ઇન્સપેક્ટર તથા મહિલા પોલીસ સહિતના ૧૮૦૦ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવશે. જિલ્લા
તંત્ર દ્વારા આ સંબંધમાં રોડ બ્લોક,
પાકગ સહિતના મુદ્દે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. તેનો અમલ કરવા માટે પણ
પોલીસ દ્વારા નાગરિકોને અપિલ કરવામાં આવી છે.


