ખેડા જિલ્લામાં 3 સ્થળેથી 19 શખ્સ જુગાર રમતા ઝડપાયા

- 15 મોબાઈલ સહિત 71 હજારનો મુદ્દામાલ જપ્ત
- સલુણના શંકરપુરામાં 10, નડિયાદમાં 7 અને મહુધામાં બે જુગારીઓ પકડાયા
નડિયાદ ગ્રામ્ય પોલીસે ગઈકાલે સાંજે સલુણ શંકરપુરા પાછળ આવેલા પતરાના શેડમાં દરોડો પાડી જુગાર રમતા મૂસ્તુફા કાલુસા દિવાન, ઇમરાનખાન શીકંદરખાન પઠાણ, દીલીપભાઇ મગનભાઇ પરમાર, કમલેશભાઈ સમાભાઈ સોલંકી, નીલેશભાઈ મહેશભાઈ ઝાલા, દિનેશભાઈ મોહનભાઈ પરમાર, સલીમભાઇ બફાતીભાઈ દીવાન, સિરાજભાઈ ગુલામનબી વહોરા, કિરીટભાઇ મગનભાઈ પરમાર તેમજ મિલનભાઈ હૈદરઅલી શેખને ૧૨ હજાર રોકડ, રૂા. ૩૨ હજારના ૭ મોબાઈલ સહિત કુલ રૂ.૪૪,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
ઉપરાંત નડિયાદ ટાઉન પોલીસે ગઈકાલે સાંજે ફેઝાન પાર્ક સોસાયટી પાછળથી જુગાર રમતા યાસીનભાઈ ઉર્ફે ખલી ઉસ્માનભાઈ વ્હોરા, ઈમતીયાઝ હુશેન ઉર્ફે આનંદ મહેબૂબમીયા મલેક, મુસ્તાક ઉર્ફે કાભઈ મહેબુબભાઇ દેસાઈ, ઇનતીસાર ઉર્ફે રાજા ઈકબાલ અન્સારી, સોહીલ મોહમ્મદ ઉર્ફે મલેક નિયાઝમહંમદ મલેક, દેવાનંદ ઉર્ફે બછડો દયાલદાશ નાગરાણી તેમજ સકીલભાઈ ઉફે ફેન્ટર યુસુફભાઈ વહોરાને રોકડ રૂ.૧૮,૭૦૦ સહિત કુલ રૂ.૧૯,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.મહુધા પોલીસે અલીણા ગામે વરલી મટકાનો જુગાર લખતા ઈરફાન કાદર મિયા મલેક તેમજ હાજી હમિદખાન પઠાણને પકડી રૂ.૭૮૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.








