Gujarat

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર

By GS TEAM
26 Mar 20262 mins read
TukuTouch Logo
સુરેન્દ્રનગરના ચોટીલા ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી તાલુકામાં ખનીજ માફિયાઓ દ્વારા 160 ફૂટ વર્ટિકલ રેબીટ કુવા ગાળીને ગેરકાયદે કોલસાનું ખનન કરવામાં આવ્યું હતું. ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે ગાળેલા કોલસાના કુવાઓમાં ખતરનાક વિસ્ફોટક કરતાં હોવાથી આસપાસના ઘરો, સ્કુલો, આંગણવાડી, વિજળીના થાંભલાઓ સહિત સરકારી-ખાનગી મિલકતોમાં તીરાડો પાડી નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. આમ, ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ 19 ખનીજ માફિયાઓને સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો આદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર

Surendranagar News : સુરેન્દ્રનગરના ચોટીલા ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી તાલુકામાં ખનીજ માફિયાઓ દ્વારા 160 ફૂટ વર્ટિકલ રેબીટ કુવા ગાળીને ગેરકાયદે કોલસાનું ખનન કરવામાં આવ્યું હતું. ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે ગાળેલા કોલસાના કુવાઓમાં ખતરનાક વિસ્ફોટક કરતાં હોવાથી આસપાસના ઘરો, સ્કુલો, આંગણવાડી, વિજળીના થાંભલાઓ સહિત સરકારી-ખાનગી મિલકતોમાં તીરાડો પાડી નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. આમ, ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ 19 ખનીજ માફિયાઓને સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો આદેશ આપ્યો છે.

19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી તડીપારનો નાયબ કલેક્ટરનો હુકમ

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ મૂળી અને ચોટીલા પંથકમાં કોઇપણ પ્રકારની ગાઇડલાઇનનું પાલન કર્યા વિના ગેરકાયદે રીતે વિસ્ફોટક કરીને કોલસાના આશરે 160 ફૂટ વર્ટીકલ રેબીટ હોલ બનાવીને તેની અંદર જે જગ્યાએ કોલસાના લેઅર શરૂ થાય ત્યાં 'સુ૫ર પાવર 90' તેમજ જીલેટીક વિસ્ફોટકના ઉ૫યોગથી હોરીઝન્ટલ સુરંગો ગાળીને ખનન કરવામાં આવતું હતું. જેમાં આરોપીઓ સુરંગોમાં મીની ટ્રેકટર લઈ જઈને પરપ્રાંતીય મજૂરો અને સ્થાનિક મજૂરોના જીવ જોખમમાં મૂકી લાંબાગાળાથી ગેરકાયદે રીતે કોલસાનું ખનન કરવામાં આવતું હતું. 


ગેરકાયદે ખનન કરતી વખતે વિસ્ફોટક કરતાં હોવાથી ૫ર્યાવરણ સહિત આપસાના વિસ્તારોમાં ભારે અસર પડી રહી હતી. ખનીજ માફિયાઓ રાત્ર દિવસ મોટા પ્રમાણમાં કોલસાનું ખનન, વહન કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનુ નુકશાન કરતા હતા. ખનીજ માફિયાઓ દ્વારા સુરક્ષાના કોઇ૫ણ નિયમોનુ પાલન કર્યા ગેરકાયદે ખનન કરતાં મજૂરો, સ્થાનિકો અને વન્યપ્રાણીઓ તેમજ ૫શુઓની જીંદગી જોખમમાં મૂકી હતી.  

મજૂરોના જીવને ગંભીર જોખમ 

ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓમાં મજૂરોને કોઈપણ સુરક્ષા સાધનો વગર કામ પર મૂકવામાં આવતા હતા. તેમજ ખાણોમાં ધસારો થવાનો ઊંચો ખતરો રહેતો હતો અને ઓક્સિજનની અછત, ઝેરી વાયુઓ અને દુર્ઘટનાની ગંભીર શક્યતા રહેલી હતી. તેમજ વિસ્ફોટકના કારણે ભેખડો ૫ડવાના કારણે મજૂરોના જીવને ગંભીર જોખમ ઊભું થતું હતું. તેમજ ખનીજ માફિયાઓ દ્વારા વિસ્ફોટક પદાર્થોનો આડેધડ અને બિનઅધિકૃત ઉપયોગ કરીને ખનન કરવામાં આવતું હતું. સમગ્ર મામલે વહીવટીતંત્રએ દરોડા પાડ્યા હતા. 

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો

ખનીજ ચોરી મામલે ગત 25 માર્ચ, 2026ના રોજ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા  એચ.ટી. મકવાણાએ કુલ 19 ખનીજ માફિયાઓને સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો હતો.