આણંદમાં 19 જુગારીઓ 50 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા
- જિલ્લામાં શ્રાવણિયા જુગારની મોસમ
- સોજીત્રાના બાલિન્ટામાં 5, વડોદના રૂપારેલમાં 8 અને કરમસદમાં 6 શખ્સો જુગાર રમતા પકડાયા
સોજીત્રા પોલીસે બાલિન્ટા ગામે પ્રણામી મંદિર નજીક જુગાર રમતા જગદીશભાઈ ઉર્ફે જગો જોઈતાભાઈ સોલંકી, કેવલ ઉર્ફે પીન્ટુ ઉર્ફે બી.કે રતિલાલ સોલંકી, લાલજીભાઈ શકરાભાઈ સોલંકી, સંજયભાઈ જયંતીભાઈ સોલંકી અને મહેન્દ્રકુમાર ગબાભાઈ સોલંકી તમામ રહે. બાલીન્ટાને રૂા. ૫૫૪૦ રોકડ સાથે ઝડપી પાડયા હતા.
વાસદ પોલીસે આણંદ તાલુકાના વડોદ તાબેના રૂપારેલ ગામના છાસટીયાના કુવા નજીક જુગાર રમતા વિક્રમભાઈ નટુભાઈ તળપદા, ઠાકોરભાઈ મહેન્દ્રસિંહ છાસટીયા, પ્રદિપસિંહ દેવેન્દ્રસિંહ છાસટીયા, પ્રદિપસિંહ નટવરસિંહ રાઉલજી, સુરેશભાઈ જેઠાભાઈ તળપદા, ધ્વનિત કૃષ્ણસિંહ છાસટીયા, સુરસિંહ નટવરસિંહ છાસટીયા અને ચેતનસિંહ ઈશ્વરભાઈ દલવાડીને રૂપિયા ૧૦૮૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
વિદ્યાનગર પોલીસની ટીમે કરમસદની શાંતિ પોળમાં જુગાર રમી રહેલા બ્રિજેશભાઇ જગદીશભાઈ પટેલ, નૈનેશભાઈ હસમુખભાઈ પટેલ, કનુભાઈ બાબરભાઈ સોલંકી, બીપીનભાઈ રમણભાઈ પટેલ, મયુરકુમાર ઇન્દ્રકાંત પટેલ અને નિલેશ કનુભાઈ પંચાલને ઝડપી લઈ રૂપિયા ૩૩,૭૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.