Gujarat

કપડવંજ તાલુકામાં 19 વીજ ચોરોને 5 લાખ દંડ ફટકારાયો

By GS TEAM
20 Aug 20251 min read
કપડવંજ તાલુકામાં 19 વીજ ચોરોને 5 લાખ દંડ ફટકારાયો

- એમજીવીસીએલની વિવિધ ટીમોએ

કપડવંજ : કપડવંજમાં ફિડરો પર લૉસ ઘટાડવા એમજીવીસીએલની ટીમોએ તાલુકામાં ડ્રાઈવ યોજી ૧૯ વીજ ચોરોને પાંચ લાખનો દંડ ફટકારાયો છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ફીડરો પર વધારે લોસ આવતા હોવાથી તેમના વીજ લોસ ઘટાડવા ગેરકાયદે વીજ ચોરી કરનારા ચોરોને પકડી પાડવા માટે વર્તુળ અને વિભાગીય કચેરીના અધિકારીનાં માર્ગદર્શન હેઠળ ટિમો બનાવીને દરોડા પાડવામાં આવ્યાં હતા. 

તા.૧૨-૦૮-૨૦૨૫ના રોજ કપડવંજ તાલુકામાં કપડવંજ પેટા વિભાગીય કચેરીના કલાજી, હીરાપુરા, અલવા, કોટવાળના મુવાડા, મેનપુરા, નિરમાલી, વ્યાસ વાસણા, ભેજલી, ભુગળીયા, લીલાજીના મુવાડા, ઝંડા, માંડવના મુવાડા, અબોચ, રધાજીના મુવાડા, લાલમાંડવા, ભોજાના મુવાડા, બેટાવાડા વગેરે ગામોમાં વીજચકાસણી હાથ ધરવામાં આવી હતી. તેમાં ૧૯ જેટલા વીજચોરોને ઝડપી પાડયા હતા. વીજચોરીનો આશરે ૫ લાખ રૂપિયા જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેના લીધે વીજચોરોમાં વ્યાપક ફફડાટ વ્યાપી ગયો છે.