સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂના ૧૯ દર્દીઓ સારવાર હેઠળ
આ વર્ષે અત્યારસુધી ડેન્ગ્યૂના કુલ ૨૦૦ અને મેલેરિયાના ૩૪ કેસ નોંધાયા
વડોદરા,વરસાદની ઋતુમાં મચ્છરજન્ય રોગોએ માથું ઉંચક્યું છે. ખાનગી હોસ્પિટલ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. હાલમાં સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂના ૧૯ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અલગ - અલગ વિસ્તારમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન તાવના ૬૪૫ દર્દીઓ મળી આવ્યા હતા. તેમના બ્લડ સેમ્પલ ચેકિંગ માટે લેવામાં આવ્યા છે. આ વર્ષે અત્યારસુધી ડેન્ગ્યૂના ૨૦૦ તેમજ મેલેરિયાના ૩૪ કેસ નોંધાયા છે. જ્યારે સૌથી વધુ કેસ ઝાડાના ૭,૨૧૬ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેલેરિયાના બે કેસ પાણીગેટ અને માણેજા વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે ટાઇફોઇના કેસ એકતા નગરમાંથી મળી આવ્યો છે.મચ્છરજન્ય રોગો અટકાવવા માટે ફોગિંગની કાર્યવાહી થઇ રહી છે.આજે કુલ ૩૩૬ વિસ્તારમાં ૨૮,૪૩૩ ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું.