Gujarat

ઇન્વેસ્ટમેન્ટના નામે યુવક પાસે 19.75 લાખ ટ્રાન્સફર કરાવી ચૂનો ચોપડ્યો

By GS TEAM
24 Jun 20252 mins read
TukuTouch Logo
વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટના નામે વારંવાર લાખો રૂપિયાની છેતરપિંડીના બનાવો બની રહ્યા છે ત્યારે એક એનર્જી કન્સલ્ટન્ટ સાથે આવી જ રીતે છેતરપિંડીનો વધુ એક બનાવ બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્વેસ્ટમેન્ટના નામે યુવક પાસે 19.75 લાખ ટ્રાન્સફર કરાવી ચૂનો ચોપડ્યો

Vadodara Fraud Case : વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટના નામે વારંવાર લાખો રૂપિયાની છેતરપિંડીના બનાવો બની રહ્યા છે ત્યારે એક એનર્જી કન્સલ્ટન્ટ સાથે આવી જ રીતે છેતરપિંડીનો વધુ એક  બનાવ બન્યો છે. 

આજવા રોડની આશા લેતા સોસાયટીમાં રહેતા વિજયભાઈ મિશ્રાએ પોલીસને કહ્યું છે કે, આલ્ફા ટ્રેડર યુનિવર્સિટી નામની યુટ્યુબ ચેનલ ઉંમર પંજાબી નામનો શખ્સ ચલાવે છે તેના ઉપર ઇન્વેસ્ટમેન્ટને લગતા વિડીયો જોઈ રહ્યો હતો ત્યારે એક લિંક ઓપન કરતા આલ્ફા ટ્રેડર્સનું પેજ ખુલ્યું હતું.

આ પૈકીના એક વીડિયોમાં સ્ટોક માર્કેટને સારી રીતે શીખવા માટે લિંક આપી હતી અને તેના ઉપર રજીસ્ટ્રેશન માટે 4,999 નું પેમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. જેથી લિંક ઓપન કરી પેમેન્ટ કરતા મને ડિસ્કોર્ડ કોમ્યુનિટીમાં જોઈન્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ઇન્વેસ્ટમેન્ટને લગતા મેસેજ મળતા હતા. 

ત્યારબાદ બીજા દિવસથી મને ઇન્વેસ્ટમેન્ટ માટે એક પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું   અને તેમાં પેમેન્ટ કરવાનું કહેવાયું હતું. મેં બે ટ્રાન્ઝેક્શન કર્યા હતા અને ત્યારબાદ મને બીજું એક પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું અને મેન્ટેનન્સને કારણે પહેલા વાળી સાઈટ બંધ કરી છે તેમ કહેવાયું હતું.

ઇન્વેસ્ટરે કહ્યું છે કે, નવા પ્લેટફોર્મ પર મારી જૂની માહિતી એડ કરતાં તમામ જુનો ડેટા અને પ્રોફિટ દેખાતા હતા. જેથી મેં આ પ્લેટફોર્મ ઉપર કુલ 19.75 લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ રકમ ઉપાડવા માટે પ્રયત્ન કરતા 10% ચાર્જ માંગવામાં આવ્યો હતો. આમ મારી જ એમાઉન્ટ ઉપાડવા માટે ચાર્જની વાત આવતા શંકા થઈ હતી અને સાયબર સેલને ફરિયાદ કરવામાં આવી હતી.