Get The App

આણંદ જિલ્લામાં જુદા જુદા કારણોસર 18,650 મતદારો રદ થશે

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લામાં જુદા જુદા કારણોસર 18,650 મતદારો રદ થશે 1 - image

- મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત ઓનલાઇન ફોર્મની નોંધણીની 24.68 ટકા કામગીરી પૂર્ણ 

- 10371 લોકોના મૃત્યુ, 6241 સ્થાળાંતર, 1550 બે સ્થળે નામ હોવાથી મતદારોને રદ કરાશે 

આણંદ : આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ અંતર્ગત જુદા જુદા કારણોસર ૧૮,૬૫૦ મતદારોના નામ મતદાર યાદીમાંથી રદ થશે. જિલ્લામાં ઓનલાઇન ફોર્મની નોંધણીની ૨૪.૬૮ ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જિલ્લામાં બીએચઓએ ઘરે ઘરે જઇને ૧૮,૧૨ લાખ મતદાર ગણતરી ફોર્મનું વિતરણ કર્યું છે. 

આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા અંતર્ગત ૧૦૩૭૧ મતદારોના મુત્યુ પામ્યા છે.  ૪૩૧ મતદારો બુથ લેવર ઓફિસરને વારંવાર તેમના ઘરના સરનાર પર જવા છતાં મળ્યાં નથી.૬૨૪૧ મતદારો આણંદ જિલ્લામાંથી અન્યત્ર સ્થળાંતર થયા છે. આ ઉપરાંત ૧૫૫૦ મતદારોના નામ બે જગ્યા હોવાથી રદ કરવામાં આવ્યા છે. આમ, ૧૮ હજારથી મતદારોને નામ યાદીમાંથી રદ થશે.   

જિલ્લાની સાત વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૧૮.૧૨ લાખ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. સાત વિધાનસભા મતદાર વિભાગના ૧૭૭૨ બુથ લેવર ઓફિસર દ્વારા ઘરે ઘર જઇને એન્યુમરેશન ફોર્મની નાગરિકોને સમજ આપવાની સાથે વિતરણ કરવામાં આવ્યું છે. જે ફોર્મ પરત આવતા બીએલઓ દ્વારા ફોર્મ અપલોડની કામગીરી કરવામાં આવી રહી છે. ખંભાત વિધાન વિસ્તારમાં ૮૫,૭૭૨, બોરસદ વિધાનસભામાં ૬૦,૮૮૦, આંકલાવ વિધાનસભામાં ૬૯૫૯૭, ઉમરેઠ -૬૮,૧૧૧, આણંદ- ૫૦,૬૩૩, પેટલાદ ૫૮૨૯૬ અને સોજિત્રા વિધાનસભા મત વિસ્તારમાં ૫૪,૧૧૧ કુલ મળીને ૪.૪૭ લાખ ફોર્મની ઓનલાઇન નોંધણી કરવામાં આવી છે.