ગીર સોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત રાજ્યના 18 IASની બદલી
IAS Officers Transferred in Gujarat: ગુજરાતમાં સરકારી વિભાગમાં બદલીનો દોર યથાવત્ છે. ત્યારે આજે(3 મે) 18 IAS (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ની બદલી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથના કલેકટર ડી.ડી. જાડેજાની ગાંધીનગરમાં બદલી કરાઈ છે. તેમને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન, ગાંધીનગરના મિશન ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. ડિમોલેશનની કાર્યવાહી અને દિનુ બોઘા સોલંકી સામેની કાર્યવાહીને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા. જ્યારે એન.વી. ઉપાધ્યાય સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, ગાંધીનગરની કલેક્ટર ગીર-સોમનાથ તરીકે બદલી કરવામાં આવી છે.
આ સિવાય નીતિન વી. સાંગવાન જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢની પણ બદલી કરવામાં આવી છે. તેઓને રોજગાર અને તાલીમ નિયામક, ગાંધીનગર મૂકાયા છે.