Gujarat

શહેર અને જિલ્લામાંથી 18 જુગારીઓ ઝડપાયા

By GS TEAM
24 Aug 20251 min read
શહેર અને જિલ્લામાંથી 18 જુગારીઓ ઝડપાયા

- લોકલ ક્રાઈમબ્રાંચ અને સિહોર પોલીસની રેઈડ

- પોલીસે કુલ રૂ. 60 હજારથી વધારેનો મુદ્દામાલ કબ્જે લઈ ગુના નોંધ્યા

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં જુગારના ત્રણ બનાવોમાં પોલીસે ૧૮ જુગારીઓને લોકલ ક્રાઈમબ્રાંચ અને સિહોર પોલીસે કુલ રૂ.૬૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુના નોંધ્યા છે.

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે નારી ગામે જાહેરમાં જુગાર રમતા સુરેશ રાઠોડ, રાજુ ઝાપડિયા, લાલજી બાવળીયા, અમૃત પનારીયા, વિક્રમ બાવળીયા, સંદિપ ગોહેલ, મીલન ગોહેલ, સંજય વડલીયા, જયદિપ રાઠોડ, મનજી ભંબુચા, અશોકભાઈ ગોહેલ, જસમત બાવળીયા, ગોરધન જમોડને રોકડા રૂ.૫૭,૪૦૦ સાથે ઝડપી લઈ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. જ્યારે સિહોરના રાજપરા ગામે પ્લાસ્ટીકની ફેક્ટરી પાસે જુગાર રમતા ગની સૈયદ, જેરામ ગોહિલ અને મહમદ મસ્તાનને રૂ.૪,૦૫૦ સાથે તથા અન્ય બનાવમાં રાજપરા ગામના ચોકમાં જુગાર રમતા અરવિંદ લોલાણીયા અને દેવજી મકવાણાને કુલ રૂ.૪,૩૬૦ના મુદ્દામાલ સાથે સિહોર પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે.