કોરોનામાં સુરત સિટીમાં 18, ગ્રામ્યમાં 4 કેસઃ 118ને રજા
- મ્યુકોર માઇકોસિસમાં એકનું મોત, નવા 4 કેસ
સુરત:
મંગળવારે પણ સુરત સિટીમાં અને ગ્રામ્યમા કોઇ મોત થયુ નથી. જોકે, મ્યુકોર માયકોસિસમાં એક દર્દીનું મોત થયું છે.
સિટીમા નવા 18 કેસમાં સૌથી વધુ રાંદેરમાં 6,સેન્ટ્રલમાં 1,વરાછા એમાં 1,વરાછા બીમાં 2,કતારગામમાં 2,લિંબાયતમાં 1,ઉધનામાં 2 અને અઠવામાં 3 કેસ છે. સિટીમાં નવા 18 કેસ સાથે કુલ કેસ 111,173 અને મૃત્યુઆંક 1628 છે. ગ્રામ્યમાં નવા 4 મળી કુલ કેસ 32,047 અને મૃત્યુઆંક 482 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 143,220 અને મૃત્યુઆંક 2110 છે. સિટીમાં આજે 102મળી કુલ આંક 109,224 અને ગ્રામ્યમાં 16 સાથે કુલ 31,476 મળીને કુલ 140,700 દર્દીઓ સાજા થયા છે. જયારે સિવિલમાં 29 અને સ્મીમેરમાં 10 દર્દીની હાલત ગંભીર છે.
બીજી તરફ મ્યુકોર માયકોસિસની સ્મીમેરમાં સારવાર લેતા એક દર્દીનું મોત થયું હતું. આજે અહી એક કેસ નોંધાયો હતો અને એક સર્જરી થઇ હતી. 43 દર્દી સારવાર હેઠળ છે. સ્મીમેમરાં નવા 3 કેસ નોંધાયા હતા, બે સર્જરી થઇ હતી. કુલ 33 દર્દી સારવાર હેઠળ છે. સિવિલ-સ્મીમેર મળી કુલ 57 દર્દીના આજસુધી મોત થયા છે. અને 24 દર્દીની આંખ કાઢવી પડી છે.