શહેરમાં કોરોનાના 18 એક્ટિવ કેસ, દર્દી હોમ આઈસોલેશનમાં
- શહેર-જિલ્લામાં કોરોનાનો નવો કોઈ કેસ નહીં
- શહેરમાં 9 વર્ષની વયનો બાળક કોરોનામુક્ત
ભાવનગર : શહેર અને જિલ્લામાં આજે કોરોનાનો નવો કોઈ કેસ નોંધાયો નહોતો, પરંતુ ૯ વર્ષની વયનો બાળ દર્દી કોરોનામુક્ત થતા એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 18 થઈ છે. આ તમામ દર્દી હાલ હોમ આઈસોલેશનમાં છે.
શહેરમાં ગઈકાલે તા.૬ના રોજ કોરોના વાયરસના ૭ કેસ નોંધાયા હતા. આ દર્દીઓની તબીયત બગડતા તેઓને હોસ્પિટલ લઈ જવાતા તેઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો પરંતુ આ દર્દીઓની તબિયત સારી હોવાથી હાલ ઘરે સારવાર હેઠળ છે.
દરમિયાનમાં, આજે ૯ વર્ષની વયનો બાળક કોરોનામુક્ત થયો હતો. આ સાથે અત્યાર સુધીમાં શહેરમાં ૧૦ દર્દી કોરોનામુક્ત થઈ ચૂક્યા છે. આથી શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા હાલ ૧૮ છે.