app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

અમદાવાદમાં કંપનીના કર્મચારીએ જ ગ્રાહકોએ ખરીદેલી કારના ટેક્સના 18.52 લાખ રૂપિયાની ઉચાપત કરી

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સના નકલી બીલો રજૂ કરીને કંપનીમાં ટેક્સ ભર્યો હોવાનું જણાવ્યું

Updated: Aug 24th, 2023



અમદાવાદઃ શહેરમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. કંપનીના જ માણસો દ્વારા થતી કંપની સાથેની છેતરપિંડીઓ પણ વધી રહી છે. શહેરમાં આ પ્રકારનો વધુ એક બનાવ સામે આવ્યો છે. કંપનીના કર્મચારીએ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તથા આરટીઓમાં ગ્રાહકોના નાણાં નહીં ભરીને કંપની સાથે 18 લાખથી વધુની ઠગાઈ કર્યાની ફરિયાદ એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

કંપનીના કર્મચારીએ કંપનીના રૂપિયાની ઉચાપત કરી

પ્રાપ્ત વિગતો પ્રમાણે શિલ્પા ટંડન ગાર્નેટ મોટર્સમાં ચીફ ફાઇનાન્સીયલ ઓ ફીસર તરીકે છેલ્લા ત્રણ વર્ષ થી નોકરી કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમની કંપનીમાં ગયા મે માસમાં જે ગ્રાહકોએ કાર ખરીદેલ હતી તે ગ્રાહકોએ કંપનીમાં જાણ કરી હતી કે, તેઓનો મ્યુનિસિપલ ટેક્ષ ભરાયેલ નથી. જેથી કંપનીમાં નોકરી કરતા કર્મચારી મિતેશ વોરાની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ટેક્ષ ભરી દીધો છે. જેથી ફરિયાદીએ તેને ટેક્ષ ભરેલાની રીસીપ્ટ આપવા કહ્યું હતું. જેથી તેણે કંપનીના ગ્રાહકોની કારની ગાંધીનગર મ્યુની.કોર્પોરેશન ખાતે ભરેલ ટેક્ષની પહોચ કંપની ખાતે રજુ કરી હતી આ મિતેશ વોરાએ કંપનીના ગ્રાહકોનો મ્યુની.કોર્પોરેશનનો ટેક્ષ ભરી દીધો હશે તેવું માની લેવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ ગાંધીનગર મ્યુની.કોર્પોરેશન ખાતેથી અમારી કંપનીના સેલ્સ હેડ પરેશ દેશમાને કંપનીના ગ્રાહકોના મ્યુની.ટેક્ષ ભરવાનો બાકી હોવાની હકિકત જણાવી હતી.

પુછપરછ કરતા આરોપીએ નોકરીએ આવવાનું બંધ કર્યું

ફરિયાદીએ ગાંધીનગર મ્યુની. કોર્પોરેશન ખાતે તપાસ કરતા મિતેશે  કંપનીમાં રજુ કરેલ રીસીપ્ટો ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કંપનીના સી.ઇ.ઓ ઇન્દરપાલસિંગ આનંદ તથા એચ.આર હેડ અમી પાંધીએ પુછપરછ કરતા મિતેશે યોગ્ય જવાબ નહોતો આપ્યો અને તેણે બીજા દિવસેથી નોકરી પર આવવાનુ બંધ કરી દીધું હતુ. આ પૈસા કંપનીએ ચુકવવા પડ્યા હતા. ત્યારબાદ આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મિતેશે એકાઉન્ટ વિભાગમાં જણાવ્યું હતું કે ગાંધીનગર મ્યુની.કોર્પોરેશન ખાતે ડી.ડી.દ્વારા ટેક્ષ ભરાતો નથી. ત્યાં રોકડા પૈસા ભરવા પડે છે જેથી કંપની ટેક્ષના પૈસા તેના જણાવ્યા મુજબ તેના ઓળખીતા આર.ટી.ઓ એજન્ટ ધવલ પી.પટેલના એકાઉન્ટમાં કંપનીના એકાઉન્ટમાંથી ચુકવી આપ્યા હતાં.

કંપનીએ આપેલા રૂપિયા આરટીઓમાં ભર્યા જ નહીં

કંપનીએ મિતેશે કરેલ વ્યવ્હારો બાબતે તપાસ કરતા તેણે ગ્રાહકોના ચોઇસ નંબર માટેના 19 હજાર, સુરત ખાતેના દિલી૫ ઓટો એડવાઇઝરના 3 લાખ 73 હજાર તેમજ ગ્રાહકોના વ્હિકલ પાસીંગ ના 3 લાખ 21 હજાર મિતેશને કંપનીનાકર્મચારીઓએ આપેલ હતા. આ પૈસા તેણે આર.ટી.ઓ માં ભર્યા નહતા. કંપનીએ તેને કુલ 15,75,658 ચુકવી આપ્યા હતાં જે પૈસા  મિતેશે જે-તે મ્યુની.કોર્પોરેશનમાં તેમજ એજન્ટો તથા આર.ટી.ઓમાં ભર્યા નહોતા. આ પૈસા કંપનીએ ફરીથી ચુકવવા પડ્યા હતાં. કંપનીએ મિતેશે ગાંધીનગર મ્યુની.કોર્પોરેશન ખાતે ગ્રાહકોની કારના ટેક્ષના ભરવાના થતા રૂ 4, 93,560 ચુકવી આપેલ હોવા છતા આ પૈસા નહિ ચુકવી તેની ગાંધાનગર મ્યુની.કોર્પોરેશનની ખોટી રીસેપ્ટો બનાવી કંપનીમાં રજુ કરી તેમજ બીજા અલગ અલગ મ્યુની.કોર્પોરેશનના ટેક્ષ ના તથા એજન્ટોને તથા આર.ટી.ઓ માં ભરવાના 13,58,898 ટેક્સના રૂપિયા કંપની પાસેથી મેળવી લઇ નહિ ભરી કંપની સાથે કુલ 18,52,458 રૂપિયાની છેપરપિંડી કરીને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. 

Gujarat