૧૭ વર્ષની ડાન્સ ટીચરને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યુ
કિશોરી પ્રેગ્નન્ટ થતા ભાંડો ફૂટયો : પોલીસે ગુનો દાખલ કર્યો
વડોદરા, ૧૭ વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર શારીરિક સંબંધ બાંધતા તેને ગર્ભ રહી ગયો હતો. જે અંગે કિશોરીની માતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ડાન્સ ક્લાસમાં ડાન્સ શીખવાડવા જતી ૧૭ વર્ષની કિશોરી ચાર મહિનાથી પિરિયડમાં નહી બેસતા તેની માતા હોસ્પિટલમાં ચેક અપ માટે લઇ ગઇ હતી. ડોક્ટરે ચેક કરતા કિશોરી પ્રેગ્નન્ટ હોવાનું જણાઇ આવ્યું હતું. કિશોરીની માતાએ પૂછતા પુત્રીએ જણાવ્યું હતું કે, ખટંબા આવાસ યોજનાના મકાનમાં રહેતા શિવમ પીયૂષભાઇ બ્રહ્મભટ્ટે બે વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ અમે મિત્ર થયા હતા. અમારી વચ્ચે વાતચીત થતી હતી. શિવમ મને આજવા રોડ પર રહેતા તેના મિત્રના ઘરે લઇ ગયો હતો. જ્યાં અમારી વચ્ચે પ્રથમ વખત શારીરિક સંબંધ બંધાયો હતો. શિવમે તેના ઘરે પણ શારીરિક સંબંધ બાંધ્યો હતો. છેલ્લે મે મહિનામાં અમારી વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો. ત્યારબાદ મને પેટ અને કમરના ભાગે દુખાવો થતો હતો.