Get The App

યુનિફોર્મમાં રિલ્સ નહીં બનાવવાના પોલીસવડાના આદેશને 17 પોલીસ કર્મીઓ ઘોળીને પી ગયા

4 પીએસઆઈ અને 17 કોન્સ્ટેબલ સામે આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવાનો આદેશ

પોલીસ વડાએ પરિપત્ર કરીને યુનિફોર્મમાં રિલ્સ નહીં બનાવવાનો આદેશ કર્યો હતો

Updated: Sep 1st, 2023

GS TEAM


Google News
Google News
યુનિફોર્મમાં રિલ્સ નહીં બનાવવાના પોલીસવડાના આદેશને  17 પોલીસ કર્મીઓ ઘોળીને પી ગયા 1 - image



અમદાવાદઃ ગુજરાતમાં હવે પોલીસકર્મીઓને વર્દી પહેરીને રિલ્સ બનાવવા પર પાબંધી લગાવી દેવામાં આવી છે. તે ઉપરાંત તેઓ વાહનોમાં પોલીસ લખેલી નેમ પ્લેટ રાખીને વીડિયો પણ નહીં બનાવી શકે. રાજ્યના પોલીસ વડા દ્વારા પરિપત્ર જાહેર કરીને આ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે પોલીસવડાના આદેશને ઘોળીને પી જનારા પોલીસ કર્મીઓ સામે હવે સોશિયલ મીડિયાની ગાઈડલાઈન્સનો ભંગ કરવા મુદ્દે કાર્યવાહીના આદેશ આપી દેવાયા છે. જેમાં 17 પોલીસ કર્મીઓ સામે એક્શન લેવામાં આવી શકે છે. 

યુનિફોર્મમાં રિલ્સ નહીં બનાવવાના પોલીસવડાના આદેશને  17 પોલીસ કર્મીઓ ઘોળીને પી ગયા 2 - image

વર્દીમાં વીડિયો બનાવવા પર પ્રતિબંધ ફરમાવાયો

પોલીસ વડા દ્વારા આપવામાં આવેલા આદેશનું ઉલ્લંઘન કરનારા 17 પોલીસ કર્મીઓ સામે એક્શન લેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. આ પોલીસ કર્મીઓમાં 4 પીએસઆઈ અને 13 કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ પોલીસ કર્મીઓ સામે પોલીસ વડાના આદેશ પ્રમાણે આચારસંહિતાના ભંગ બદલ પગલાં ભરવામાં આવશે. પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર પ્રમાણે પોલીસકર્મીઓ પર વર્દીમાં વીડિયો બનાવવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. ફરજ પર અથવા તો ફરજ સિવાયના સમયે પણ વર્દીમાં રિલ્સ નહીં બનાવવાનો આદેશ આપ્યો છે. 

Tags :