Get The App

જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતી 16 વર્ષની તરુણીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતી 16 વર્ષની તરુણીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image

Jamnagar : જામનગરના ધરાનગર વિસ્તારમાં સાતનાળા પાસે રહેતી રોજમીનબેન રફિકભાઈ નાયાણી નામની 16 વર્ષની તરુણીએ પોતાના ઘેર પંખાના હુકમા ઓઢણી બાંધી ગળા ફંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેણીને બચાવીને નીચે ઉતારી લઈ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. તેણે ક્યાં સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરેલું છે, તે જાણી શકાયું નથી. સીટી બે ડિવિઝનના મહિલા પીએસઆઇ કે.એન.જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.