લીંબડીના પાંદરી ગામમાં 1.41 લાખ રોકડ સાથે 16 જુગારી ઝડપાયા
- મુખ્ય સુત્રધાર હાજર ન મળતા સવાલો
- કાર, બાઈક, 12 મોબાઈલ સહિત રૂા. 3.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ ગુનો
લીંબડી : લીંબડીના પાંદરી ગામમાં બહારથી માણસો બોલાવી જુગાર રમતા ૧૬ શખ્સો રૂા. ૧.૪૧ લાખની રોકડ, કાર સહિત ૩.૪૦ લાખના મુદ્દામાલ સાથે ડીવાયએસપીની સ્વૉર્ડે ઝડપી પાડયા હતા. જો કે, મુખ્યસુત્રધાર હાજર નહીં મળતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
લીંબડી ડીવાયએસપી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન લીંબડી તાલુકાના પાંદરી ગામના પગીવાસમાં વીરમ હેમુભાઈ ખાવડિયા પોતાના મકાનમાં નાણાં ઉઘરાવી બહારથી માણસો બોલાવી પત્તા- પાનાનો જુગાર રમાડતા હતા. જ્યાં પોલીસે દરોડો પાડી જુગાર રમતાં હરપાલ અનિરુદ્ધસિંહ રાણા રહે. કંથારિયા, અજય ભગવાનભાઈ ખાવડીયા રહે. પાંદરી, લાલજી છનાભાઈ સાતોલા રહે. નાનાં મઢાદ, વનરાજ સવજીભાઈ ખાંવડીયા રહે. પાંદરી, રાજુ બાબુભાઇ અંબાળીયા રહે. ઉટડી, સોમો ગોવિંદભાઈ ખાવડીયા, રણજીત મગનભાઈ સુરેલા, અનીલ બચુભાઈ ખાવડીયા, વનરાજ પ્રભુભાઈ સુરેલા, પીન્ટુ ગેલાભાઈ ખાવડીયા, મહેશ ભલાભાઈ ખાવડીયા, પ્રકાશ બચુભાઈ ખાવડીયા, વિજય ભગવાનભાઈ ખાવડીયા, તમામ રહે. પાંદરી, જયેશ ગણેશભાઈ વાધેલા રહે. કંથારિયા, શંકર કાળુભાઈ રહે. કંથારિયા, વિજય નારાયણભાઈ જંજવાડીયા રહે. નવી મોરવાડવાળાને ઝડપી પાડયા હતા. જુગારીઓ પાસેથી રોકડ રોકડ રૂપિયા ૧,૪૧,૩૦૦, કારની કિં. રૂ. ૧,૫૦,૦૦૦, બાઈક કિં. રૂ. ૧૫,૦૦૦, ૧૨ નંગ મોબાઈલ કિં. રૂ. ૩૩,૫૦૦ મળીને કુલ રૂપિયા ૩,૩૯,૮૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. દરોડામાં મુખ્ય સુત્રધાર વીરમ હેમુભાઈ ખાવડીયા હાજર નહીં મળી આવતાં ૧૭ શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.
ડીવાયએસપીના દરોડાથી લીંબડી શહેરમાં બુટલેગટરોમાં ફફડાટ
પાંદરી ગામે લીંબડી ડીવાયએસપીના દરોડોથી લીંબડી શહેરના બુટલેગરો અને જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા આગામી સમયમાં શહેરના બુટલેગરો વિરૂદ્ધ કોઈ કડક પગલાં લેવામાં આવશે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.