વડોદરામાં ટ્રેનમાં મુસાફરનો સામાન ચોરીના કેસોમાં 16 આરોપીઓ ઝડપાયા
Vadodara Railway Station : વડોદરા આરપીએફ દ્વારા પાછલા એક મહિનામાં 13 કેસોમાં સંડોવાયેલ 16 આરોપીઓને ઝડપી પાડી તેઓની પાસેથી રૂ.1.68 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામાન ચોરાઈ જવાની ઘટનાઓને કારણે મુસાફરો અસુરક્ષિત અનુભવે છે. ત્યારે રેલવે પ્રોટેક્શન ફોર્સએ મુસાફરોની આ ચિંતાને પ્રાથમિકતા આપીને જુલાઈ મહિના દરમ્યાન આરપીએફ, વડોદરા ડિવિઝન દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરી આ સમયગાળા દરમ્યાન, કુલ 13 કેસોમાં 16 ગુનેગારોને ઝડપી પાડી તેમના કબજામાંથી મુસાફરોના કુલ રૂ.1,68,110/- ની કિંમતનો ચોરીનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓને વધુ કાર્યવાહી માટે જીઆરપીને સોંપવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ આરપીએફ દ્વારા આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.