Gujarat

વડોદરા શહેર પોલીસના 154 કર્મચારીઓની ટ્રાફિકમાં બદલી, વુમન પોલીસનો પણ સમાવેશ

By GS TEAM
23 Dec 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેર પોલીસના ટ્રાફિક વિભાગમાં વધુ પોલીસ ફોર્સ એલોટ થતાં ટ્રાફિક જંકશનો ઉપર પોલીસ વધુ પ્રમાણમાં જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેર પોલીસના 154 કર્મચારીઓની ટ્રાફિકમાં બદલી, વુમન પોલીસનો પણ સમાવેશ

Vadodara Police : વડોદરા શહેર પોલીસના ટ્રાફિક વિભાગમાં વધુ પોલીસ ફોર્સ એલોટ થતાં ટ્રાફિક જંકશનો ઉપર પોલીસ વધુ પ્રમાણમાં જોવા મળશે.      

શહેરના જુદા જુદા પોલીસ પોઇન્ટ ઉપર ટ્રાફિક બ્રિગેડની સાથે સાથે પોલીસ કર્મચારીઓ પણ યુનિફોર્મમાં જોવા મળે અને ટ્રાફિકની સુચારું વ્યવસ્થા જળવાય તે આશયથી વડોદરા પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક વિભાગમાં વુમન પોલીસ સહિત 154 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.

જુદા જુદા પોલીસ સ્ટેશનોમાંથી બદલી કરીને ટ્રાફિક વિભાગમાં મુકાયેલા પોલીસ કર્મીઓમાં એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ તેમજ એલઆરડી કક્ષાના જવાનોનો સમાવેશ થાય છે.