હિરલબા, તેના સાગરિતોએ વ્યાજની પઠાણી ઉઘરાણી કર્યાની 152 ઓડિયો ક્લિપ કબજે
વ્યાજખોરીની ફરિયાદ બાદ કમલાબાગ પોલીસ દ્વારા કાર્યવાહી : 18 બોટના માલિક વ્યાજનાં વિષચક્રમાં ફસાતા ભાડાના મકાનમાં રહેવા જવાનો વારો આવ્યો : વ્યાજ ચૂકવવામાં એક દિવસનું મોડું થાય તો 10 ટકા પેનલ્ટી વસૂલાતી
પોરબંદર, : પોરબંદરના હિરલબા જાડેજા સામે વધુ એક પોલીસ ફરિયાદ થઇ છે. જેમાં ૭૫ લાખ રૂા.પિયા વ્યાજે આપ્યા બાદ ચાર કરોડથી વધુની રકમ પેનલ્ટી અને વ્યાજ સહિત પડાવામાં આવતા અંતે પોલીસ ફરીયાદ દાખલ થઈ છે જેમાં એક જ પરિવારને ધમકી આપ્યાની 152 ઓડીયો કલીપ કબ્જે કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટપણે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાથી માંડીને અન્ય તમામ રીતે ધાકધમકી અપાતી હતી.ફરીયાદી હરીશભાઇ રામજીભાઈ પોસ્તરીયાએ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદ મુજબ ફરીયાદી તથા તેમના પરીવારે 2012ના વર્ષમાં મચ્છીની ફેકટરી બનાવવા માટે પેઢી ઉભી કરવા માટે પૈસાની તાત્કાલીક જરર પડતા મીડીયેટર દ્વારા ભુરા મુંજા જાડેજા પાસેથી રૂા. 85લાખ રૂા.પિયા માસીક 3% દરે લીધેલ હતા. અને તેના ચાર કરોડ રૂપિયા વસુલવામાં આવ્યા હતા.એક સમયે તેમની પાસે તેમની માલિકીની 18 બોટો હતી અને અનેક મકાન હતા. પરંતુ આ વ્યાજના વિષચક્રમાં ફસાતા બધુ ગુમાવી ભાડે રહેવાનો વારો આવ્યો.
પોલીસ ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હિરલબા જાડેજા અને તેના સાગરીતોનો પોરબંદરમાં ખુબજ ધાક, ડર અને પ્રભાવ હોવાથી ભુરા મુંજા એક ગેંગસ્ટર તરીકે ખૂબજ કુખ્યાત હતા. તેમજ હિરલબા વારંવાર ધમકીઓ આપતા હતા જેથી ફરીયાદી અને તેના પરિવારને જાનનું જોખમ હોવાથી અત્યાર સુધી ફરીયાદ કરી ન હતી પણ છેલ્લે હિરલબા સામે ફરીયાદો થતા અને પોલીસે કડક કાર્યવાહી કરતા મને પણ ફરિયાદ કરવાની હિંમત આવી તેમ જણાવીને ઓડીયો રેકોર્ડીંગ સહિત પુરાવાઓ પણ રજુ કરવાની ખાત્રી આપી હતી. પોરબંદરમાં હિરલબા જાડેજા દ્વારા પઠાણી ઉઘરાણી કરીને ધાકધમકી આપવામાં આવી હોય તેવી અધધ 152 જેટલી ઓડિયો ક્લીપ પોલીસને મળી છે અને તેમાં સ્પષ્ટપણે બેફામ ગાળો દઇને વ્યાજની રકમ ભરી જવા માટે ધમકાવવામાં આવતા હોય તેવું જણાઇ રહ્યું છે.