Get The App

પ્રથમ વખત વડોદરા પ્રાથમિક શિક્ષણ સમિતિના 151 વિદ્યાર્થીઓએ ધો.10 ની પરીક્ષા આપી

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
પ્રથમ વખત વડોદરા પ્રાથમિક શિક્ષણ સમિતિના 151 વિદ્યાર્થીઓએ ધો.10 ની પરીક્ષા આપી 1 - image


Gujarat Board 10th Result : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ 8 પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ ન થાય અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં જ શિક્ષણ મેળવી શકે તે હેતુથી વર્ષ 2023-24 માં નવી ચાર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી હતી.આ વિદ્યાર્થીઓ પૈકી 151 વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હતી જેમાંથી 93 વિદ્યાર્થી પાસ થયા છે. આ ચારેય શાળાનું કુલ 61.58 ટકા રીઝલ્ટ આવ્યું છે.

આ ચાર શાળામાં ગોત્રીની સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળા, અટલાદરાની શ્યામા પ્રસાદ મુખર્જી શાળા, ગાજરાવાડીની કવિ પ્રેમાનંદ શાળા અને સવાદ કોલોનીની સ્વામી વિવેકાનંદ શાળાનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પરીક્ષાના ત્રણ માસ અગાઉથી જ વિશેષ વર્ગ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને મોડલ પ્રશ્નપત્રનું રિવિઝન કરાવાયું હતું, તેમ શિક્ષણ સમિતિના અધ્યક્ષએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે  ધોરણ 10 માં 70% કે તેથી વધુ ગુણ મેળવીને ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ આજે સાંજે 5 વાગ્યે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે યોજાશે, જેમાં શિક્ષણ સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ અને સાંસદ ઉપસ્થિત રહેશે. 

Tags :