Get The App

સુરતમાં પાલતુ કુતરા રાખવા માટે 150 અરજી મંજુર, 108 અરજી રદ્દ

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં પાલતુ કુતરા રાખવા માટે 150 અરજી મંજુર, 108 અરજી રદ્દ 1 - image


Surat Corporation  Pet Dog Policy : અમદાવાદમાં પાલતુ કુતરાએ બાળક પર કરેલા હુમલા બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પાલતુ કુતરાને રાખવાના નિયમો કડક બનાવવામાં આવ્યા છે. સુરત પાલિકાએ પણ પાલતુ કુતરા રાખવા માટેના કડક નિયમ બનાવ્યા છે અને તેની અમલવારી પણ શરૂ કરી દીધી છે. સુરત પાલિકાની હદમાં પાલતુ કુતરા માટે આવેલી અરજીમાંથી 150 અરજી મંજૂર થઈ છે જ્યારે 108 અરજી નામંજૂર કરવામાં આવી છે. 

અમદાવાદમાં પાલતું કુતરાએ બાળક પર હુમલો કર્યા બાદ પાલતુ કુતરા રાખનારા સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધને જોઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે જોકે, આવા પ્રકારની ઘટના ગુજરાતના અન્ય મહાનગરોમાં ન બને તે માટે પાલતુ કુતરા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં સુરત પાલિકાએ પણ રહેણાંક સોસાયટીમાં કુતરા રાખવા હોય તો તેના માટે આકરા નિયમો બનાવ્યા છે અને રજીસ્ટ્રેશન માટે સુચના આપી છે. 

પાલિકાની સુચના બાદ પાલતુ કુતરા રાખનારાઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો જોકે, સુરત પાલિકાએ નિયમોની અમલવારી શરૂ કરી દીધી છે. પાલિકા વિસ્તારમાં પાલતુ કુતરા રાખનારાઓએ પાલિકામાં અરજી કરવાનું શરૂ કરી દીધું છે. પાલિકાએ 1000થી વધુ પાલતુ કુતરાના માલિકોને નોટીસ મોકલી છે. જે માલિકો આ નિયમોનું પાલન નહીં કરે, તેમની સામે મોબાઈલ કોર્ટમાં કાર્યવાહી ચીમકી આપી છે. ત્યાર બાદ કોર્ટ દ્વારા નિર્ણય કરાવમા આવશે તેવું પણ જણાવ્યું છે કે, પાલતુ શ્વાન રાખવા માટે જે તે મહાનગર પાલિકાઓ તેમજ સ્થાનિક ઓથોરીટી પાસેથી લાઇસન્સ લેવું ફરજિયાત છે. આ નિયમનો અમલ અત્યાર સુધી ઢીલો પોચો હતો પરંતુ  અમદાવાદની ધટના બાદ નાગરિકોની સુરક્ષા અને શ્વાન સંબંધિત ઘટનાઓ ઘટાડવા માટે પાલિકએ નિયમોની કડક  અમલવારી શરૂ કરી દીધી છે.  હાલમાં પાલિકા વિસ્તારમાં અત્યાર સુધીમાં 256 લાઇસન્સ અરજી મળી છે, જેમાંથી 150 અરજીને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 109 અરજી તપાસ બાદ રદ કરવામાં આવી છે.

હાલ જે નિયમો નવા બન્યા છે તેમાં પાલતુ શ્વાનના માલિકોએ લાયસન્સ માટે 10 પાડોશીઓ અને સોસાયટી ચેરમેનનું એનઓસી રજૂ કરવું પડશે. આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય શ્વાન કરડવાના બનાવો ઘટાડવા અને પાલતુ શ્વાનના માલિકોની જવાબદારી નક્કી કરવાનો છે. ગુજરાતમાં રોડ, લિફ્ટ અને જાહેર સ્થળોએ શ્વાનના હુમલાના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવ્યા છે.

પાલતુ કુતરાનું લાઇસન્સ મેળવવા માટે આ દસ્તાવેજો અને શરતો જરૂરી

- ઓછામાં ઓછા 10 પાડોશીનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ.

- જો તમે એપાર્ટમેન્ટમાં રહેતા હો, તો સોસાયટી ચેરમેનની લેખિત મંજૂરી જરૂરી છે.

- માલિકની ઓળખ અને સરનામાંનો પુરાવો: આધાર કાર્ડની નકલ, મ્યુનિસિપલ ટેક્સ બિલ અથવા ભાડા કરારની નકલ.

- શ્વાનનો સ્પષ્ટ ફોટો, રસીકરણ રેકોર્ડ, ખાસ કરીને હડકવા (રેબીઝ)ની રસીનો પુરાવો, શ્વાનની જાતિની માહિતી.

- શ્વાન માલિકે નોટરાઇઝ્ડ અંડરટેકિંગ આપવું પડશે.


Tags :