Get The App

15 વર્ષની તરુણીને વિડીયો કોલમાં નગ્ન થવાનું કહી સ્ક્રીનશોટ લઈ વાયરલ કરવા ધમકી

ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ બાદ યુવાનની કરતૂત : ભાઈ તરીકે વાત કરતી તરુણીને યુવાને શરૂઆતમાં અશ્લીલ મેસેજ કરી પોતાના ન્યૂડ ફોટા મોકલ્યા હતા

ભાવનગરના તરેડ ગામના યુવાને સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી અને ધો.11 માં ભણતી તરુણી સાથે મહિના પહેલા જ મિત્રતા કરી હતી

Updated: Dec 22nd, 2023

GS TEAM


Google News
Google News
15 વર્ષની તરુણીને વિડીયો કોલમાં નગ્ન થવાનું કહી સ્ક્રીનશોટ લઈ વાયરલ કરવા ધમકી 1 - image


- ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ બાદ યુવાનની કરતૂત : ભાઈ તરીકે વાત કરતી તરુણીને યુવાને શરૂઆતમાં અશ્લીલ મેસેજ કરી પોતાના ન્યૂડ ફોટા મોકલ્યા હતા


- ભાવનગરના તરેડ ગામના યુવાને સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી અને ધો.11 માં ભણતી તરુણી સાથે મહિના પહેલા જ મિત્રતા કરી હતી


સુરત, : સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના પરિવારની ધો.11 માં અભ્યાસ કરતી 15 વર્ષીય તરુણીને તેના ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે વિડીયો કોલમાં નગ્ન થવા કહી સ્ક્રીનશોટ પાડી વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર વિડીયો કોલમાં શરીરના અંગો બતાવવા દબાણ કરતા આખરે તરુણીએ માતાને જાણ કરી હતી.માતાએ અંગે પતિને જાણ કરતા તેમણે ભાવનગરના તરેડ ગામના યુવાન વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા જમીન વ્યવસાયીની 15 વર્ષની પુત્રી રીના ( નામ બદલ્યું છે ) ધો.11 માં અભ્યાસ કરે છે.ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવતી રીનાને એક મહિના અગાઉ તેમના વતન તરફના સંદીપ વરીયાએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા તેણે સ્વીકારી હતી.બાદમાં તેમની વચ્ચે વાતચીત થતી હતી.રીના સંદીપને ભાઈ સમજી વાત કરતી હતી.પણ સંદીપે બાદમાં તેને અશ્લીલ મેસેજ કરવાનું શરૂ કર્યું હતું અને પોતાના ન્યૂડ ફોટા મોકલી આપ્યા હતા.સંદીપે રીનાને વિડીયો કોલ કરી નગ્ન થઈ રીનાને નગ્ન થવા કહી વાતચીતના સ્ક્રીનશોટ પાડી દીધા હતા.બાદમાં સંદીપ સ્ક્રીનશોટ વાયરલ કરવાની ધમકી આપી રીના પાસે ન્યૂડ ફોટા માંગતો હતો.

15 વર્ષની તરુણીને વિડીયો કોલમાં નગ્ન થવાનું કહી સ્ક્રીનશોટ લઈ વાયરલ કરવા ધમકી 2 - image

ત્યાર બાદ સંદીપ રીનાને વિડીયો કોલ કરી ન્યૂડ થઈ શરીરના વિવિધ ભાગ બતાવવા માંગણી કરતો હતો.રીનાએ તેને ના પાડી હતી છતાં તે ધમકી આપતો હોય રીનાએ તેને વિડીયો કોલ દ્વારા શરીરના ભાગ અવારનવાર બતાવ્યા હતા.જોકે, તે સતત ધમકી આપી શરીરના ભાગ બતાવવા દબાણ કરતો હોય રીનાએ તેનાથી પરેશાન થઈ માતાને જાણ કરતા તેમણે પતિને વાત કરી હતી.રીનાના પિતાએ આ અંગે આજરોજ સંદીપ દિલીપભાઈ વરીયા ( રહે.તરેડ ગામ, તા,મહુવા, જી.ભાવનગર ) વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :