Gujarat

જામનગરમાં મહાવીરનગરમાં રહેતી 15 વર્ષની તરુણીને માતાએ ઘર કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા દ્વારા આપઘાત

By GS TEAM
4 Nov 20251 min read
TukuTouch Logo
જામનગરમાં મહાવીર નગર વિસ્તારમાં રહેતી 15 વર્ષની એક તરુણીને ઘરકામ બાબતે પોતાની માતાએ આપેલો ઠપકો સહન નહીં થતાં માઠું લાગી આવવાથી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં મહાવીરનગરમાં રહેતી 15 વર્ષની તરુણીને માતાએ ઘર કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા દ્વારા આપઘાત

Jamnagar : જામનગરમાં મહાવીર નગર વિસ્તારમાં રહેતી 15 વર્ષની એક તરુણીને ઘરકામ બાબતે પોતાની માતાએ આપેલો ઠપકો સહન નહીં થતાં માઠું લાગી આવવાથી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હર્ષદ મિલની ચાલી નજીક મહાવીર નગર વિસ્તારમાં રહેતી જાનવીબેન શરદભાઈ મકવાણા નામની 15 વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી, જે બનાવને લઈને પરિવારમાં સોંપો પડી ગયો હતો.

 આ બનાવ અંગે મૃતકના પિતા શરદભાઈ દેવજીભાઈ મકવાણાએ પોલીસની જાણ કરતાં સિટી એ. ડિવિઝન પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.

 પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક તરુણીને તેણીની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો, જે સહન નહીં થતાં મનમાં લાગી આવ્યું હતું, અને આપઘાતનું પગલું ભરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી.