વડોદરામાં બાજવાની 15 વર્ષની સગીરાનું અપહરણ, માતા ખરીદી કરવા ગઈ તે દરમિયાન ગુમ
Vadodara Kidnapping Case : વડોદરાના બાજવા વિસ્તારમાં એક સગીરાનુ અપહરણનો બનાવ બનતા પોલીસે અપહરણનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
સગીરાની માતાએ કહ્યું છે કે,15 મી ઓગસ્ટે બપોરે હું કામ અર્થે બહાર ગઈ હતી તે દરમિયાન મારી પુત્રી ઘરમાં હાજર હતી. પરંતુ ત્યારબાદ તે ગુમ થઈ ગઈ હતી.
પાડોશીએ તેની પુત્રી ઘરમાં નહીં હોવાની જાણ કરતા તેની શોધખોળ કરી હતી. સગા સંબંધીઓ તેમજ પુત્રીના પરિચિતોને પણ કોઈ જાણકારી નથી હોવાથી આખરે પોલીસને જાણ કરી હતી.
જવાહર નગર પોલીસે જુદી-જુદી બે ટીમ બનાવી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.