વડોદરાઃ વડોદરા બસ ડેપો પર પૂણેની મહિલાના ૧૫તોલા સોનાના દાગીનાની ચોરી થતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પૂણેના દત્તનગર ખાતે રહેતા જાગૃતિ નિલેશભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૭મી ડિસેમ્બરે મારી નણંદના લગ્ન પ્રસંગે પતિ સાથે વડોદરા આવી હતી અને તા.૨૮મીએ પરત ફરી હતી.
મારું પિયર ખંભાત હોવાથી હું માતા- પિતાને મળવા માટે બસ ડેપો પરથી ખંભાત જતી બસમાં બેઠી હતી.આ દરમિયાન ભીડ વધુ હતી અને બસમાં બેઠા બાદ મારા પર્સમાંથી ૧૫ તોલાના દાગીના (હાલની બજાર કિંમત મુજબ રૃ.૧૫ લાખથી વધુ) ચોરાઇ ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી સયાજીગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.


