Gujarat

ચોમાસામાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ સજ્જ : ગુજરાત અને રાજસ્થાનમાં 15 ટીમો તૈનાત કરાઇ

By GS TEAM
20 Jun 20251 min read
TukuTouch Logo
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા વડોદરાના જરોદથી એનડીઆરએફની 12 ટીમો ગુજરાત અને 3 ટીમો રાજસ્થાન ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસામાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ સજ્જ : ગુજરાત અને રાજસ્થાનમાં 15 ટીમો તૈનાત કરાઇ

Monsoon Season NDRF : ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા વડોદરાના જરોદથી એનડીઆરએફની 12 ટીમો ગુજરાત અને 3 ટીમો રાજસ્થાન ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

આ વર્ષે સારો વરસાદ આવે તેવી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી આગમચેતી તૈયારીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં એનડીઆરએફની 12 ટીમો આપત્તિ સમયે પહોંચી વળવા જરૂરી સાધન સામગ્રીથી સજ્જ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેમાં સુરત, રાજકોટ, કચ્છ, જુનાગઢ, ભાવનગર, પાટણ, વલસાડ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને અમરેલી ખાતે એક-એક ટીમ તથા અમદાવાદ શહેર ખાતે બે ટીમો સ્ટેન્ડબાય છે. જ્યારે રાજસ્થાનના કોટા, ઉદયપુર અને ભરતપુર ખાતે એક એક ટીમ સ્ટેન્ડ બાય રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.