- પાલિકાની સાથે સેવાભાવિ યુવાનોએ અભિયાન હાથ ધર્યું
- નવરાત્રિ મહોત્સવમાં થયેલા દાનની મદદથી નંદી ઘરનું નિર્માણ કરાયું હતું
હળવદ : હળવદ શહેરમાં યુવાનો દ્વારા નંદ બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરમાં પાલિકાની સાથે યુવાનો દ્વારા રખડતા ૧૫ નંદીને ત્રણ દિવસ દરમિયાન પકડીને નંદી ઘરમાં મોકલવામાં આવ્યા છે.
શહરમાં ચાલુ વર્ષે શાશ્વત સનાતન નવરાત્રિ મહોત્સવ કમિટી દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું હતું. જે નંદીઘરના લાભાર્થે સેવા કાર્ય હતું. આ નવરાત્રિમાં જે દાન મળ્યું છે. તેમાંથી નંદી ઘર બનાવ્યું છે. તા. ૨૬,૨૭ અને ૨૮ દમરિયાન સેવાભાવી યુવાનો દ્વારા હળવદ શહેર અને આસપાસના વિસ્તારોમાં રખડા નંદીને પકડવાનું અભિયાન હાથ ધર્યું છે. જેમાં હળવદ પાલિકા સાથે શાશ્વત નવરાત્રિ મહોત્સવ કમિટી, બજરંગ યુવા ગુ્રપ, શ્રીરામ ગૌશાળાના યુવાનો દ્વારા રખડતા નંદીઓને પકડીને નંદી ઘરમાં મોકલવામાં આવી છે.
શહેરમાં જુદા જુદા વિસ્તારમાં એક જ દિવસમાં ૧૫થી વધુ નંદીઓ પકડીને સલામત રીતે નંદીઘરમાં મોકલાયા છે. જેથી શહેરમાં ટ્રાફિક સહિતની સમસ્યાથી લોકોને છૂટકારો મળશે.


