Get The App

અમદાવાદ શહેરમાં એક મોડલ ફાયર સ્ટેશન સહિત 15 નવા સ્ટેશનને મંજૂરી, સુરક્ષામાં થશે નોંધપાત્ર વધારો

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
fire stations


પ્રતિકાત્મક તસવીર

15 New Fire Station Built In Ahmedabad : અમદાવાદ શહેરમાં નાણાકીય વર્ષ 2026–27માં 15 નવા સ્ટેશન સાથે એક મોડલ ફાયર સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ ફાયર વિભાગે આ માહિતી આપી છે. આ વિસ્તરણ અંતર્ગત એક અદ્યતન સુવિધાઓ સાથેનું ‘મોડલ ફાયર સ્ટેશન’ પણ બનાવવામાં આવશે.

અમદાવાદમાં 15 નવા સ્ટેશન સાથે એક મોડલ ફાયર સ્ટેશન બનાવાશે

હાલની સ્થિતિ મુજબ અમદાવાદ ફાયર વિભાગ પાસે કુલ 19 ફાયર સ્ટેશન કાર્યરત છે. જેમાંથી ત્રણ ફાયર સ્ટેશનનું બાંધકામ કાર્ય ચાલી રહ્યું છે, જ્યારે ચાર નવા સ્ટેશનને તાજેતરમાં વહીવટી મંજૂરી મળી ચૂકી છે. હવે આવનારા વર્ષમાં વધુ 15 સ્ટેશન ઉમેરાતાં શહેરના ફાયર સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો થશે.

નવા ફાયર સ્ટેશનોના નિર્માણથી શહેરના ઝડપી વિકસતાં વિસ્તારોમાં આગની ઘટનાઓ સામે ઝડપી અને અસરકારક પ્રતિસાદ શક્ય બનશે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ ઝોન, હાઈરાઈઝ વિસ્તારો અને ટ્રાફિકભર્યા વિસ્તારમાં ફાયર રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં મદદ મળશે. પ્રસ્તાવિત મોડલ ફાયર સ્ટેશનમાં આધુનિક ફાયર ફાઈટિંગ સાધનો, ટ્રેનિંગ સુવિધા, ઇમરજન્સી રિસ્પોન્સ યુનિટ અને સ્માર્ટ કંટ્રોલ રૂમ જેવી સુવિધાઓ ઉમેરાશે.

આ પણ વાંચો: રાત્રે વૃક્ષો કાપનારી ચિત્રા એજન્સીને AMC રૂ.10 લાખનો ફટકારશે દંડ! વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી

ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરની વસ્તી અને બાંધકામની ઝડપને ધ્યાને લઈ આગ સલામતીનું માળખું મજબૂત બનાવવું અનિવાર્ય છે. આગામી બે વર્ષમાં મોટાપાયે ફાયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાથી અમદાવાદને વધુ સુરક્ષિત અને સંવેદનશીલ શહેર તરીકે વિકસાવવાની દિશામાં મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.