લીંબડી તાલુકામાં જુગારના બે દરોડામાં 15 જુગારી ઝડપાયા
લીંબડી : લીંબડી તાલુકાના નાનાં ટીંબલા ગામે અને ભગવાનપરમાં ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમતાં ૧૫ શખ્સ ઝડપાયા હતાં. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે રોકડ તથા મોબાઈલ અને બાઈક મળીને કુલ રૂપિયા ૧.૪ લાખથી વધુનોનો મુદામાલ કબ્જે કરી ગુનો તમામ શખ્સો લીંબડી અને પાણશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.
લીંબડી પોલીસે બાતમીના આધારે નાના ટીંબલા ગામે તળાવ પાછળ અંગોરમા બાવળની ઝાડીમાં દરોડો પાડી ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમતાં રેમાન હાસમભાઈ ભથાણીયા, બળદેવ ઠાકરશીભાઈ મેણીયા, ધનશયામ મનજીભાઈ બાબર, જુસુબ રસુલભાઈ કુતીમાર, પંકજ જયેશભાઈ ઉર્ફે બાબુ વડેખણીયા, ફરીદ રસુલભાઈ મમાણીને ઝડપી પાડયા હતા. પોલીસે તેમની પાસેથી રોકડ રૂપિયા ૨૭,૭૦૦ તથા ૬-મોબાઈલ કિં.રૂ. ૨૫,૫૦૦, ૪-બાઈક કિં.રૂ. ૪૦,૦૦૦ મળીને કુલ રૂપિયા ૯૩,૨૦૦નો મુદામાલ કબજે કરી તમામ શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
જ્યારે પાણશીણા પોલીસે બાતમના આધારે ગટુરભાઈ મેરામભાઈ કોળીના રહેણાંક મકાન દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે તીન પતીનો જુગાર રમતાં રણજીત જીવણભાઈ વસતાણી, સંજય જીવણભાઈ કટુડીયા, ગોબર માનસીંગભાઈ ગાંગાણી, અરવિંદ અંબારામભાઈ ગાંગાણી, ગોબર ચતુરભાઈ ગાંગાણી, સુખો અજુભાઈ કટુડીયા, લધુ દેવશીભાઈ ગાંગાણી, રમેશ દેવાભાઈ કઠેચીયા, દશરથ બીજલભાઈ ધલવાણીયાને ઝડપી પાડયા હતા. અને તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા ૧૦,૩૮૦ નો મુદામાલ કબજે કરી તમામ શખ્સો વિરૂદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.