Gujarat

પ્રથમ દિવસે ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષામાં ૧૪૩૨ વિદ્યાર્થી ગેરહાજર

By GS TEAM
23 Jun 20251 min read
પ્રથમ દિવસે ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષામાં ૧૪૩૨ વિદ્યાર્થી ગેરહાજર

વડોદરા,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે.

આજે પ્રથમ દિવસે ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૪૬૧૩ વિદ્યાર્થીએ આપી હતી અને ૧૪૩૨ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. આજની પરીક્ષા માટે ૫૦૪૫ નોંધાયા હતા. ધો.૧૦માં સૌથી વધુ ૭૮૦ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૫૫ અને વિજ્ઞાાન પ્રવાહમાં ૩૯૭ ગેરહાજર હતા. ધો.૧૨ સામાન્ય પ્રવાહની ભૂગોળની પરીક્ષામાં ૧૪ હાજર અને ૧૭ ગેરહાજર રહ્યા હતા.

વડોદરામાં ધો.૧૦ માટે રાવપુરા ઝોનના ૨૬ કેન્દ્રો, ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહ માટે માંડવી ઝોનના ૧૧ અને સામાન્ય પ્રવાહના ૮ કેન્દ્રો રાખ્યા છે. ધો.૧૦ અને ૧૨ માટે કુલ ૧૯૪૮૧ પરીક્ષાર્થીની નોંધણી થઇ છે.