Get The App

સહેલીના ભાઈએ છેડતી કરતા 14 વર્ષની તરુણીનો ગળે ચપ્પુ ફેરવી આપઘાતનો પ્રયાસ

પરવત ગામ વિસ્તારમાં અઠવાડીયા અગાઉ બાજુમાં સહેલીના ઘરે ગઈ ત્યારે બાથરૂમમાં નહાતા સહેલીના ભાઈએ ટુવાલ લેતી વખતે તેને બાથમાં ભીડી છેડતી કરી હતી

ધો.8 માં ભણતી તરુણીએ દાદીને જાણ કરતા તેમણે તરૂણીની માતાને જાણ કરી હતી : પોલીસે 23 વર્ષીય પાડોશી યુવાનની ધરપકડ કરી

Updated: May 25th, 2024

GS TEAM


Google News
Google News
સહેલીના ભાઈએ છેડતી કરતા 14 વર્ષની તરુણીનો ગળે ચપ્પુ ફેરવી આપઘાતનો પ્રયાસ 1 - image


- પરવત ગામ વિસ્તારમાં અઠવાડીયા અગાઉ બાજુમાં સહેલીના ઘરે ગઈ ત્યારે બાથરૂમમાં નહાતા સહેલીના ભાઈએ ટુવાલ લેતી વખતે તેને બાથમાં ભીડી છેડતી કરી હતી

- ધો.8 માં ભણતી તરુણીએ દાદીને જાણ કરતા તેમણે તરૂણીની માતાને જાણ કરી હતી : પોલીસે 23 વર્ષીય પાડોશી યુવાનની ધરપકડ કરી

સુરત, : સુરતના પરવત ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની ધો.8 માં ભણતી 14 વર્ષની તરુણી અઠવાડીયા અગાઉ બાજુમાં રહેતી બહેનપણીના ઘરે ગઈ હતી ત્યારે બાથરૂમમાં નહાતા બહેનપણીના ભાઈએ ટુવાલ લેતી વખતે તેને બાથમાં ભીડી છેડતી કરી ધમકી આપી હતી.ગભરાયેલી તરુણીએ ગળે ચપ્પુ ફેરવી આપઘાતનો પ્રયાસ કરતા તરૂણીની માતાએ પાડોશી યુવાન વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 23 વર્ષીય યુવાનની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં પરવત ગામ ખાતે રહેતા શ્રમજીવી પરિવારની 14 વર્ષની પુત્રી મીતા ( નામ બદલ્યું છે ) ધો.8 માં અભ્યાસ કરે છે.ગત 18 મી ના રોજ રાત્રે 8.30 વાગ્યે મીતા પડોશમાં રહેતી બહેનપણી જ્યોતિના ઘરે ગઈ હતી.તે સમયે જ્યોતિ તેની દીકરીને દૂધ પીવડાવતી હતી અને તેનો ભાઈ રોહીત દિપક વારડે રૂમની અંદરના બાથરૂમમાં નહાવા ગયો હતો.રોહીતે ટુવાલ માંગતા જ્યોતિએ મીતાને ટુવાલ આપવા કહ્યું હતું.મીતા ટુવાલ આપવા જતા રોહીતે તેનો હાથ પકડી બાથરૂમ પાસેની દિવાલ પાસે બાથમાં ભીડી દઈ છેડતી કરી હતી.તેણે ધમકી પણ આપી હતી કે જો કોઈને આ વાત કરશે તો તને મારી નાંખીશ.મીતા તેને ધક્કો મારી ભાગીને દાદી પાસે ગઈ હતી અને બનાવની જાણ કરી હતી.અત્યંત ગભરાયેલી મીતાએ શાક સમારવાનું ચપ્પુ લઈ પોતાના ગળાના ભાગે મારી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.

સહેલીના ભાઈએ છેડતી કરતા 14 વર્ષની તરુણીનો ગળે ચપ્પુ ફેરવી આપઘાતનો પ્રયાસ 2 - image

મીતાના દાદીએ આ અંગે મીતાની માતાને કહેતા તેમણે પૂછ્યું ત્યારે તમામ હકીકત જણાવતા તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોય અને પેટમાં પણ દુખાવો થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.બનાવ અંગે લીંબાયત પોલીસે મીતાની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધી સાડી ડિઝાઈનનું કામ કરતા 23 વર્ષીય રોહીતની ધરપકડ કરી છે.વધુ તપાસ પીએસઆઈ પી.ડી.કોટવાલ કરી રહ્યા છે.

Tags :