- શહેરના ઘોઘારોડ ખોડિયારનગરમાં બનાવ બન્યો
- મૃતક કિશોરના કાકાની બે પુત્રીને પણ વીજ આંચકો લાગતા હોસ્પિટલમાં ખસેડાઇ
આ કરુણાંતિકાની જાણવા મળતી વિગત મુજબ મકર સંક્રાંતિ ને જુજ દિવસ બાકી હોય બાળકોથી લઈ યુવાનો વૃદ્ધિમાં પતંગ ચડાવવાની તૈયારીઓમાં પડી જતા હોય છે.અને પતંગ ચઢાવવામાં પણ મસ્ત બની જતા હોય છે.અને આ મજા માણતા લોકોમાં અકસ્માત પણ સર્જાયા છે. તેવામાં શહેરના ૧૪ નાળા પચાસ વરિયા પાસે આવેલ મફતનગર ખાતે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા ગોકુળભાઈ મકવાણાની ૧૪ વર્ષનો પુત્ર નિકુંજ ગોકુળભાઈ મકવાણા શહેરના ઘોઘારોડ ખોડિયારનગર ખાતે રહેતા કાકા વિજયભાઈ મકવાણાને ત્યાં પતંગની મજા માણવા માટે ગયો હતો.અને નિકુંજ ગોકુળભાઈ મકવાણા અને બેન સેજલ વિજયભાઈ મકવાણા ( ઉ.વ ૧૧ ) અને દૃષ્ટિ વિજયભાઈ મકવાણા ( ઉ.વ ૭ ) અગાશીમાં ચડયા હતા.દરમિયાનમાં પતંગ કપાઈને આવ્યો હતો.અને અગાશી પાસે આવેલ વીજ વાયરમાં અટવાઈ જતા નિકુંજે અગાશીમાં પાડેલા લોખંડના સળિયા વડે પતંગ લેવા જતા નિકુંજને વીજ કરંટ લાગ્યો હતો.અને બન્ને બહેન પણ નિકુંજને અડકી જતા ભાઈ બહેન ત્રણેયને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો.ભાઈ બહેન ત્રણેયને ભાવનગરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં નિકુંજનું મોત નિપજ્યું હતું.અને બન્ને બહેનને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.આ ઘટનાની જાણ થતાની સાથેજ ઘોઘારોડ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો.અને મૃત દેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


