Get The App

ધ્રાંગધ્રામાં 14 વાહનો ટોઇંગ કરાયા, 8 હજારનો દંડ વસૂલાયો

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રામાં 14 વાહનો ટોઇંગ કરાયા, 8 હજારનો દંડ વસૂલાયો 1 - image

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી

આડેધડ વાહનો પાર્કિગ કરતા ટ્રાફિકની સમસ્યા વકરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

ધ્રાંગધ્રા, - ધ્રાંગધ્રા શહેરમાં આડેધડ પાર્કિગની સમસ્યા વકરતા આજે ૧૪ વાહનો ટોઇંગ કરીને ૮ હજારનો દંડ પોલીસે વસૂલ કર્યો છે. જેના પગલ મુખ્ય બજારમાં ટ્રાફિકના નિયમોના ભંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

ધ્રાંગધ્રા શહેરની મુખ્ય બજાર સહિતના રસ્તાઓ પર આડેધડ વાહન પાકગને કારણે અવાર નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. જેને ધ્યાને લઈને ધ્રાંગધ્રા શહેરમાં ટોઈંગ કાર દ્વારા વાહનો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના મુખ્ય બજારમાં શક્તિ ચોક, રાજકમલ ચોક, શાકમાર્કેટ, બાંભા શેરી સહિતના વિસ્તારોમાં આડેધડ પાકગ કરેલા અંદાજે ૧૪ જેટલા ટુ-વ્હીલર જપ્ત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને તમામ વાહન ચાલકોને અંદાજે રૃ.૮૦૦૦નો દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરી છે.