માતર અને નડિયાદમાંથી જુગાર રમતા 14 શખ્સ ઝડપાયા
- રૂા. 21 હજારની રોકડ જપ્ત કરી ગુનો દાખલ
- કૈલાશ સિનેમા સામે અને મિલ રોડ મજૂર ગામમાં ખૂલ્લામાં જુગાર રમાતો હતો
માતર પોલીસ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન માતર કૈલાશ સિનેમા સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હતો. જ્યાં રેડ પાડી જુગાર રમતા કમલેશભાઈ કનુભાઈ તળપદા, વિનોદભાઈ રાજુભાઈ તળપદા, કલ્પેશકુમાર પુનમભાઈ તળપદા, સુરેશભાઈ મનુભાઈ તળપદા, સંજયભાઈ શીવાભાઈ તળપદા, મહેન્દ્રભાઇ નરસિંહભાઈ તળપદાને રોકડ રૂ.૧૦,૨૮૦ સાથે ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.નડિયાદ ટાઉન પોલીસે મિલ રોડ મજૂર ગામમાં જુગાર રમતા પ્રમોદકુમાર છત્રી પ્રસાદ કંસારા, ચંદનભાઈ સુબોધભાઈ કંસારા, સુરશભાઈ સત્યનારાયણ કંસારા, સાગરપ્રસાદ ધનકલાલ ગુપ્તા, ઉમેશભાઈ બલરામભાઈ કંસારા, નિરંજન રાધેશ્યામ શાહ, મનોહર ગણેશ પ્રસાદ ગુપ્તા તેમજ ઉમેશ સીતારામ કંસારાને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રૂ.૧૦,૪૦૦ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.