મહેમદાવાદના લીંબડિયામાં 14 શખ્સો જુગાર રમતા ઝડપાયા
- રહેણાંક ઓરડીમાં જુગાર રમાતો હતો
- 49 હજારની રોકડ, 5 મોબાઈલ સહિત રૂા. 83 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
મહેમદાવાદ પોલીસ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ખાત્રજ દરવાજા લીંબડીયા વિસ્તારમાં સોએબ સફીમિયા શેખની ઓરડીમાં કેટલાક લોકો પત્તા પાનાનો જુગાર રમી રહ્યા હતા. જ્યાં પોલીસે રેડ પાડતા બંધ ઓરડીમાં જુગાર રમતા શોએબમીયા શફીમીયા શેખ, અબ્દુલભાઈ અનવરભાઈ દીવાન, જાવેદમહમદ સીકંદરમીયા ખોખર, એઝાઝભાઈ ઈમરાનભાઈ શેખ, યાસીનભાઈ યાકુબભાઇ વ્હોરા, જુનેદભાઈ મહમદભાઈ વ્હોરા, આમીરખાન નાસીરખાન પઠાણ, જાવેદમીયા જાકીરમીયા ખોખર, રયાન રફીકભાઈ મન્સુરી, ઇમ્તીયાજ મહંમદસીરાજ ખોખર, જાવેદહુસેન ફજલહુશેન મલેક, નદીમ સલીમભાઈ શેખ, વસીમમીયાં સફીમીયા શેખ તેમજ કીરણભાઈ ભીખાભાઈ ચૌહાણને જુગાર રમવાના સાધનો અને રોકડ રૂ. ૪૯,૦૦૦ રૂા. ૩૪ હજારના પાંચ મોબાઈલ મળી કુલ રૂપિયા ૮૩ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.