Get The App

બાવળાના નાનોદરા ગામમાંથી 16 હજારની મતા સાથે 14 જુગારી પકડાયા

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
બાવળાના નાનોદરા ગામમાંથી 16 હજારની મતા સાથે 14 જુગારી પકડાયા 1 - image


ધોળકાકેરાળા જીઆઇડીસી પોલીસે બાવળા તાલુકાના નાનોદરા ગામે નવઘણભાઇ પ્રહલાદભાઇ રાવળના મકાન આગળ ખુલ્લી ઓસરીમાં તીન પત્તીનો પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા (૧) ભુપત ઉર્ફે સામજી ગુલામભાઇ ખલીફા (૨) સંજયભાઇ જગાભાઇ મેર (૩) વિનોદભાઇ લાલજીભાઇ કો.પટેલ (૪) મહેશભાઇ પોપટભાઇ પટેલ (૫) પ્રવિણભાઇ વાઘજીભાઇ પટેલ (૬) રાધેશ્યામભાઇ દશરથભાઇ રાવળ (૭) પિંટુભાઇ વિષ્ણુભાઇ રાવળ (૮) સામજીભાઇ રામજીભાઇ કો.પટેલ (૯) વિષ્ણુભાઇ જલાભાઇ રાવળ (૧૦) અશોકભાઇ હિરાભાઇ મેર (૧૧) નવઘણભાઇ પ્રહલાદભાઇ રાવળ (તમામ રહે, નાનોદરા ગામ, તા.બાવળા જી.અમદાવાદ) (૧૨) વિક્રમભાઇ અરજણભાઇ મેલજીયા (૧૩) વિનોદભાઇ અરજણભાઇ મેલજીયા (૧૪) મહેશભાઇ વિક્રમભાઇ મેલજીયા (તમામ રહે. રહે-અચારડા તા.ચુડા જી.સુરેન્દ્રનગર)ને ઝડપી પાડયા હતા. પોલીસે અંગ ઝડતી અને દાવ પરથી રોકડ રૃ.૧૬,૫૨૦નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

Tags :