Get The App

સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાંથી ૧૪ જુગારીઓ ઝડપાયા

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાંથી ૧૪ જુગારીઓ ઝડપાયા 1 - image


ધ્રાંગધ્રાના હિરાપુર ગામેથી બે શકુની ઝડપાયા 

જુગારના ચારેય દરોડામાં રોકડ અને મોબાઈલ સહિત કુલ રૃા.૨.૭૭ લાખના મુદ્દામાલ કબજે કરાયો

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જીલ્લો જાણે જુગારનું હદ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે અને શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં શ્રાવણીયો જુગાર ફુલોફાલ્યો છે ત્યારે પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં રેઈડ કરી  ૧૬ જુગારીઓને જુગાર રમતા રોકડ સહિતના રૃ.૨.૭૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. 

બી-ડિવીઝન પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન રીવરફ્રન્ટ રોડ પર ગાય સર્કલ પાસે જાહેર રોડ પર જુગાર રમતા (૧) વિષ્ણુભાઈ થોભણભાઈ ડાભી, રહે.રતનપર (૨) ગોપાલભાઈ ભાયાભાઈ સોલંકી, રહે.વઢવાણ ગણપતિ ફાટસર (૩) વિશાલભાઈ હિરેનભાઈ મુંધવા, રહે.કુંભારપરા અને (૪) રવિભાઈ રાણાભાઈ પરમાર, રહે.આંબેડકરનગર-૧વાળાને રોકડ રૃા.૮,૨૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. 

જોરાવરનગર પોલીસે મીલની ચાલી શેરી નં.૨ માંથી જુગાર રમતા (૧) ઈસ્માઈલભાઈ કાળુભાઈ ભટ્ટી, રહે.રતનપર (૨) સદામ ઈરફાનભાઈ શાહ, રહે.રતનપર (૩) ઈબ્રાહીમભાઈ મહંમદભાઈ માણેક, રહે.રતનપરને રોકડ રૃા.૧,૪૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

એલસીબી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન સ્થાનીક પોલીસને અંધારામાં રાખી ખારવા રોડ પર હુડકો સોસાયટી રાવળવાસમાંથી ગુડદી પાસાનો જુગાર રમતા (૧) રાકેશભાઈ પ્રવિણભાઈ ધાંધરેશા (૨) સંજયસિંહ સામંતસિંહ રાઠોડ (૩) પવનભાઈ જેઠાભાઈ જાદવ (૪) મહાવિરસિંહ હરિસિંહ બારડ (૫) જીતેન્દ્રભાઈ રજનીભાઈ મકવાણા (૬) હાજીમહંમદભાઈ ઈસ્માઈલભાઈ લાડકા અને (૭) વનરાજસિંહ અભેસંગભાઈ મકવાણા તમાર રહે.વઢવાણ શહેર અને તાલુકાવાળાને રોકડ રૃા.૨,૨૬,૯૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૮ કિંમત રૃા.૪૦,૫૦૦ મળી કુલ રૃા.૨,૬૭,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હિરાપુર ગામે વાડી પાસે જુગાર રમતા (૧) રાજુભાઈ લાલજીભાઈ વિરાણી, રહે.હિરાપુર (૨) શાંતિલાલભાઈ જેરામભાઈ દાદરેચા, રહે.રાજગઢને રોકડ રૃા.૧૩,૪૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે અન્ય એક શખ્સ દિલીપસિંહ ભરતસિંહ રહે.ધ્રાંગધ્રા નાસી છુટવામાં સફળ રહ્યાં હતાં. ઝડપાયેલ તમામ જુગારીઓ સહિત સ્થાનીક પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


Tags :