Get The App

ધ્રાંગધ્રાના 14 સાયકલિસ્ટો 13 કલાકમાં 200 કિલોમીટરનું અંતર કાપશે

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રાના 14 સાયકલિસ્ટો 13 કલાકમાં 200 કિલોમીટરનું અંતર કાપશે 1 - image

- રવિવારે સવારે રાજકોટથી સાયકલ યાત્રાનો પ્રારંભ કરશે

- રાજકોટથી જામનગર અને પરત રાજકોટ સુધીની બીઆરએમ સાયકલિંગ ઇવેન્ટ્સ માટે સાયકલિસ્ટો રાજકોટ પહોંચ્યા

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા શહેરના પેડલ પ્રવાસી ગુ્રપના ૧૪ સાયકલિસ્ટ ૯નવી નવેમ્બર (રવિવાર) રાજકોટથી જામનગર સુધી ૨૦૦ કિલોમીટરની બીઆરએમ સાયકલ યાત્રાનો પ્રારંભ કરશે. 

રાઇડ પર જવા માટે રાજકોટ જવા રવાના થયા હતા. 

ધ્રાંગધ્રા શહેરમાં પેડલ પ્રવાસી ગુ્રપ છેલ્લા પાંચ-છ વર્ષથી દરરોજ સવારે અંદાજે ૧૦થી ૧૫ કિલોમીટર સુધી સાઇકલ યાત્રા કરી રહ્યા છે. આ પેડલ પ્રવાસી ગુ્રપ દ્વારા હવે નવીનતમ સાયકલિંગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુ્રપના તમામ ૧૪ સભ્યો રાજકોટથી જામનગર અને પરત રાજકોટ સુધીની ૨૦૦ કિલોમીટર બીઆરએમ સાયકલ યાત્રા કરશે. કુલ ૧૩ કલાક સુધી સતત સાયકલિંગ કરી સુરેન્દ્રનગર જિલ્લાના સાયકલિંગ ગુ્રપનો ઇતિહાસ રચશે. આજે તા.૦૯ નવેમ્બરથી સવારે ૬.૦૦ કલાકે રાજકોટથી શરૂ થનાર સાયકલ યાત્રામાં જવા માટે ધ્રાંગધ્રા પેડલ પ્રવાસી ગુ્રપના તમામ સભ્યોએ સાધના વિદ્યાલય ખાતેથી પ્રસ્થાન કર્યું હતું. આ ૨૦૦ કિલોમીટરની યાત્રા સાથે સાયકલિંગ કરી દરેક લોકોનું સ્વસ્થ્ય તંદુરસ્ત રહે જેથી સાયકલિંગ માટે અન્ય લોકોમાં પણ જાગૃતતા આવે તેવા હેતુસર આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે બદલ દરેક સાયકલિસ્ટને ઉપસ્થિત આગેવાનો, સામાજીક આગેવાનો સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.

બીઆરએમ એટલે શું?

બીઆરએમ એટલે સાયકલિંગમાં બ્રેવેટ્સ ડી રેન્ડોન્યુર્સ મોન્ડિયાક્સ. તે ઓડેક્સ ક્લબ પેરિસિયન (એસીપી) દ્વારા સંચાલિત લાંબા-અંતરની, બિન-સ્પર્ધાત્મક સાયકલિંગ ઇવેન્ટ્સની શ્રેણી છે, જેમાં સહભાગીઓએ નિર્ધારિત સમય મર્યાદામાં ચોક્કસ અંતર (૨૦૦થી ૧૨૦૦ કિમી સુધી) પૂર્ણ કરવું જરૂરી છે.