ધ્રાંગાધ્રાના ઇસદ્રા ગામની સીમમાં જુગારના 2 દરોડામાં 14 શકુની ઝડપાયા
બંને દરોડામાં સ્થળ પરથી રૃા.૭૫ હદારની રોકડ જપ્ત
જુગારના બંને દરોડામાં તાલુકા પોલીસે માત્ર રોકડ રકમ દર્શાવતા કામગીરી સામે સવાલ
સુરેન્દ્રનગર - ધ્રાંગધ્રા તાલુકાના ઈસદ્રા ગામની સીમામાં આવેલી અલગ-અલગ બે વાડીની ઓરડી બહાર જુગાર રમતા કુલ ૧૪ શખ્સોને તાલુકા પોલીસે રોકડ સહિતના રૃ.૭૨ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરૃધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથધરી છે. ધ્રાં
ઈસદ્રા ગામની સીમાં રણજીતભાઈ નવઘણભાઈ ચાવડાની કબ્જા ભોગવટાની વાડીની ઓરડી બહાર જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેઈડ કરી જુગાર રમતા (૧) રણજીતભાઈ નવઘણભાઈ ચાવડા (રહે.ઈસદ્રા) (૨) રમણીકભાઈ હિરાભાઈ સીપરા (રહે.નવલગઢ) (૩) મેપાભાઈ દેવાભાઈ લાકડીયા (રહે.ધ્રાંગધ્રા) (૪) મનજીભાઈ ગોબરભાઈ પરમાર (રહે.નવલગઢ) (૫) મનજીભાઈ ઉર્ફે મનુભાઈ જેઠાભાઈ સાગઠીયા (રહે.રમદેવપુર) (૬) સન્નીભાઈ રમેશભાઈ લામકા (રહે.ધ્રાંગધ્રા) (૭) ફારૃકભાઈ હારૃનભાઈ માણેક (રહે.ધ્રાંગધ્રા) (૮) દોલાભાઈ નારૃભાઈ પરમાર (રહે.ખાંભડા) અને (૯) દલસુખભાઈ કરશનભાઈ મકવાણા (રહે.ધ્રાંગધ્રા) પાસેથી રોકડ રૃા.૧૧,૪૧૦ તેમજ પટમાંથી રોકડ રૃા.૬૬૦ મળી કુલ રૃા.૧૨,૦૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા
બીજા બનાવમાં ઈસદ્રા ગામની સીમમાં આવેલા જયંતીભાઈ જેરામભાઈ ધામેચાની વાડીમાંથી જુગાર રમતા (૧) કનુભાઈ નાથાભાઈ ગોખરૃ (રહે.સોલડી) (૨) લાલાભાઈ અજાભાઈ સુનેચા (રહે.વસાડવા) (૩) બિપીનભાઈ નટવરભાઈ કાવર (રહે.સોલડી) (૪) જગદીશભાઈ કેશવજીભાઈ દલસાણીયા (રહે.વાવડી) અને (૫) ગણપતભાઈ જેસીંગભાઈ ચૌહાણ (રહે.વાવડી)ને રોકડ રૃા.૬૩,૨૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા જુગારની બંને રેઈડમાં માત્ર રોકડ રકમ જ દર્શાવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.