Gujarat

ઉપરવાસમાંથી પાણીની સતત આવક નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વખત ૧૩૮ મીટરે ભરાયો

By GS TEAM
29 Sep 20251 min read
ઉપરવાસમાંથી પાણીની સતત આવક  નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વખત ૧૩૮ મીટરે ભરાયો

રાજપીપળા તા.૨૯ નર્મદા નદી પરના સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીનો અવિરત પ્રવાહ ચાલુ રહેતા ચોમાસાની આ સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમ ૧૩૮ મીટર સુધી પહોંચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. ડેમ સંપૂર્ણ ભરાવાને હવે માત્ર ૦.૬૮ સેન્ટિમીટર દૂર છે. સરદાર સરોવર સંપૂર્ણ જેટલું ભરાઇ જતા દૂર દૂર સુધી માત્ર પાણી જ નજરે પડી રહ્યુ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરવાસમાંથી પાણીની આવક ૮૩,૦૦૦ ક્યૂસેક છે. જેની સામે ૪૩,૦૦૦ ક્યૂસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. હાલમાં આરબીપીએચ અને સીએચપીએચના ટર્બાઇન દ્વારા વીજ ઉત્પાદન થઈ રહયું છે.

આજે સવારથી જ નર્મદા ડેમના તમામ દરવાજા આવતી સિઝન સુધી બંધ કરવામાં આવ્યા છે.  નર્મદા ડેમ ૯૮ ટકા ભરાઇ ગયો છે.