Get The App

ગ્રામ પંચાયતના ૧૩૫ સફાઈકર્મીઓને કાયમી કરાયા

ભાયલી, સેવાસી સહિતના ૭ગામો હવે વડોદરા શહેરમાં ભળ્યા છે

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
ગ્રામ પંચાયતના ૧૩૫ સફાઈકર્મીઓને કાયમી કરાયા 1 - image

વડોદરા મ્યુ. કોર્પોરેશનમાં રોજમદાર ગ્રામ પંચાયતના ૧૩૫ સફાઈકર્મીઓને કાયમી કરાતા સફાઈ કર્મચારીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા ભાયલી, સેવાસી, વેમાલી, બિલ, ઉડેરા, કરોડિયા અને વડદલા ગ્રામ પંચાયતના વિસ્તારનો વડોદરા મ્યુ. કોર્પોરેશનના હદ વિસ્તારમાં સમાવેશ કરાયો છે. આ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા ૧૩૫ સફાઈકર્મીઓને મ્યુ. કોર્પોરેશને સેનેટરી નિમણૂક આપી છે. મ્યુ. કોર્પોરેશનની સામાન્ય સભાએ આ કર્મચારીઓને નિયત લાયકાત ધરાવતાં હોવાથી હોદા મુજબ મ્યુ. કોર્પોરેશનની પગાર પાયરીમાં સમાવેશ કરવા મંજૂરી આપી હતી, જેથી ઉક્ત ગ્રામ પંચાયતમાં સફાઇ સેવકના હોદા પર ફરજ બજાવતા કર્મચારીઓને રોજમદાર સફાઈસેવક તરીકે આપવામાં આવેલ નિમણૂકની જગ્યાએ ગઈ તા. ૨૬ માર્ચથી વિવિધ વોર્ડના સેનેટરી શાખામાં કાયમી સફાઇ સેવક તરીકે અવેજી નિમણૂક અપાઈ છે.