Get The App

આણંદમાં 133 વિદેશી અને 17 ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
આણંદમાં 133 વિદેશી અને 17 ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો 1 - image


- એલસીબી અને એસઓજીના દરોડા

- રૂા. 1 લાખ ઉપરનો મુદ્દામાલ જપ્ત : આહુજા પાર્લર  અને મીરા એન્ટરપ્રાઈઝના માલિકની અટકાયત

આણંદ : આણંદ શહેરમાં બે સ્થળેથી ૧૭ ઈ-સિગારેટ અને ૧૩૩ વિદેશી સિગારેટનો જથ્થો પોલીસે ઝડપી પાડયો છે. બંને દરોડા દરમિયાન એલસીબી અને એસઓજીની ટીમે કુલ રૂા. એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ કરી છે. 

આણંદ શહેરની સીપી કોલેજ પાછળ આવેલા ભગતસિંહ સ્ટેચ્યુ નજીકના આહુજા પાન પાર્લર ખાતે આણંદ એલસીબી પોલીસની ટીમે છાપો માર્યો હતો. 

પાર્લરમાંથી રૂા. ૩૭ હજારની પ્રતિબંધિત ૧૭ નંગ ઇ-સિગરેટો તથા સિગરેટો ચાર્જ કરવાની બેટરીઓ મળી આવી હતી. પોલીસે પાર્લરના માલિકનું નામ પૂછતા તે સાગર રામચંદ્ર આહુજા હોવાનું જણાવ્યું હતું. પોલીસે સાગર આહુજાની અંગ જડતીમાંથી એક મોબાઈલ સહિત રૂપિયા ૮૭,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વધુ પૂછપરછ કરતા ઈ-સિગરેટનો જથ્થો તે વડોદરાના પ્રતિક અગ્રવાલ નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ એસઓજીએ આણંદ જૂના બસ સ્ટેન્ડ નજીક પોસ્ટ ઓફિસ સામે મીરા એન્ટરપ્રાઈઝમાં દરોડો પાડી આરીફ સીરાજભાઈ વ્હોરાની અટકાયત કરી હતી. સ્થળ ઉપરથી રૂા. ૨૮,૨૦૦ની ૧૩૩ વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે આરીફ વ્હોરા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Tags :