Corona cases: રાજ્યમાં આજે 13,105 નવા કેસ, 137 લોકોનાં મોત, કુલ મૃત્યુઆંક 5877
ગાંધીનગર, 22 એપ્રિલ 2021 ગુરૂવાર
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ જે તીવ્ર ગતિએ વધી રહ્યું તેણે રાજ્ય સરકાર અને સામાન્ય પ્રજાની ચિંતા વધારી છે, આ કોરોનાના 13,105 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 137 લોકોના મોત થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 5877 લોકોનાં મોત થયાં છે. જ્યારે 5,142 દર્દીઓ સાજા થયાં છે. અત્યાર સુધીમાં 3,55,875 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ 376 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 92,084 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 78.41 ટકા છે. રાજ્યમાં આજે કોરોનાનાં એક્ટીવ કેસ 92,084 થયા છે. હાલ 91,708 લોકોની સારવાર ચાલી રહી છે, રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 4,53,836 થઇ ગઇ છે.
રાજ્યમાં આજે 137 દર્દીઓના મોત થયા છે, જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 23 દર્દીના મોત થયા છે. સુરત કોર્પોરેશનમાં 22, રાજકોટ કોર્પોરેશન-10, વડોદરા કોર્પોરેશન-10, સુરત-5, મહેસાણમાં 3, જામનગર કોર્પોરેશન-5, બનાસકાંઠા-5, જામનગર-4, વડોદરા-4, પાટણ-3, ભરૂચ 2, ભાવનગર કોર્પોરેશન-3, ગાંધીનગર 2, ભાવનગર 3, જૂનાગઢ કોર્પોરેશન 2, જૂનાગઢ 2, દાહોદ 1, પંચમહાલ 1, વલસાડ 1, સુરેન્દ્રનગર 3, અમરેલી 1, અમદાવાદ 1, સાબરકાંઠા 5, મહીસાગર 1, મોરબી 4, રાજકોટ 4, ગીર સોમનાથ 2, અરવલ્લી 1, નર્મદા 1 અને દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા હતા, અત્યાર સુધીમાં કુલ 5877 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.
રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશનમાં 5142, સુરત કોર્પોરેશનમાં 1958, રાજકોટ કોર્પોરેશન- 697, વડોદરા કોર્પોરેશન-598, સુરત-518, મહેસાણા-444, જામનગર કોર્પોરેશન-336, બનાસકાંઠા-236, જામનગર-228, કચ્છ-214, વડોદરા-183, ગાંધીનગર કોર્પોરેશન-161, પાટણ-158, ભરૂચ 157, ભાવનગર કોર્પોરેશન-148, ગાંધીનગર 115, ખેડા 114, નવસારી 107, ભાવનગર 106, તાપી 103, જૂનાગઢ કોર્પોરેશન 102, જૂનાગઢ 100, દાહોદ 97, પંચમહાલ 97, વલસાડ 95, સુરેન્દ્રનગર 87, અમરેલી 85, અમદાવાદ 84, સાબરકાંઠા 84, મહીસાગર 77, મોરબી 66, રાજકોટ 65, ગીર સોમનાથ 63, અરવલ્લી 55, નર્મદા 52, આણંદ 42, દેવભૂમિ દ્વારકા 39, પોરબંદર 34, છોટા ઉદેપુર 25, બોટાદ 19 અને ડાંગમાં 14 કેસ નોંધાયા છે.
રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે 22 એપ્રિલના દિવસે કુલ 1,42,537 લોકોને રસી અપાઈ છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 91,51,776 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 17,07,297 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે, રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 53,393 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 81,836 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,08,59,073 લોકોને કોરોનાની રસી અપાઈ છે.