Gujarat

જીકાસનાં પ્રથમ રાઉન્ડમાં 13000 રજીસ્ટ્રેશન અને 2200 પ્રવેશ કન્ફર્મ કરાયા

By GS TEAM
6 Jun 20262 mins read
જીકાસનાં પ્રથમ રાઉન્ડમાં 13000 રજીસ્ટ્રેશન અને 2200 પ્રવેશ કન્ફર્મ કરાયા

ધો. ૧૨ બાદ અંડર ગ્રેજ્યુએશન માટે

પ્રવેશનો બીજો તબક્કો ૧૦ જુનથી ૧૩ જુન દરમિયાન પ્રવેશ કન્ફોર્મ કરાવી શકશે

ભાવનગરયુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા કોમન એડમીશન પ્રોસેસ જીકાસ અમલી છે. ત્યારે પ્રથમ તબક્કામાં ૧૩૦૦૦ રજીસ્ટ્રેશન થવા પામ્યું છે. જે ગત વર્ષની સરખામણીએ ૪૦૦૦નો વધારો જણાય છે. જ્યારે પ્રવેશ કન્ફોર્મ માટે છેલ્લો દિવસ હોય અત્યાર સુધીમાં ૨૨૦૦ જેટલા પ્રવેશ કન્ફર્મ થયા હોવાનું જણાયું છે. જ્યારે માહિતી મેળવવા આ વર્ષથી એ.આઈ. એજન્ટની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

ધો. ૧૨ બાદ એજી. ગ્રેજ્યુએશન માટે કોલેજમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા હાલ શરૃ થઈ ચુકી છે. જેમાં કોમન એડમિશન પ્રોસેસ જીકાસ હેઠળ ૫-૫થી ૨૮-૫ ૨૨ દિવસ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડમાં ૭-૫થી ૨૮-૫ દરમિયાન અને બીજા રાઉન્ડમાં ૩૦-૫ થી ૬-૬ના સમય કાળમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જ્યારે હાલ એમ.કે. ભાવનગર યુનિવર્સિટી માટે કુલ ૧૪૮૮૬ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાયું છે. જોકે આજ સમયગાળામાં ગત વર્ષે ૯૦૦૦ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન નોંધાયેલ જે ગત વર્ષની સરખામણીએ ચાર હજાર જેટલા વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન વધુ નોંધાયું હતું. જ્યારે પ્રથમ રાઉન્ડમાં ૨૫૪૦ પ્રવેશ હાલ કન્ફોર્મ થયા છે. જ્યારે બીજા રાઉન્ડમાં આગામી તા. ૧૦-૬ થી ૧૩-૬ દરમ્યાન પ્રવેશ કન્ફોર્મ કરવાનું રહેશે. આમ આ વર્ષે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી લક્ષી મોટીવેશન, વેલકમ, સ્વદેશી, સ્વચ્છભારત સહિતના કાર્યક્રમોની અસર વર્તાઈ હોય તેવી પણ ચર્ચા જાગી છે.

જીકાસ પોર્ટલ પર એ.આઈ. એજન્ટની સુવિધા અપાઈ

ધો. ૧૨ પાસ થયેલ વિદ્યાર્થી પ્રથમવાર જીકાસનું ફોર્મ ભરતા હોય વિવિધ સેમીનારની સાથે આ વર્ષે વિદ્યાર્થીની યોગ્ય  માર્ગદર્શન મળી રહે તે અને વિદ્યાર્થીની સરળતા માટે જીકાસ પોર્ટલ પર નવી એ.આઈ. એજન્ટ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેના દ્વારા સરકારી કે ખાનગી યુનિવર્સિટી કે તેમને સંલગ્ન કોઈપણ કોલેજની માહિતી, કટઓફ અને અન્ય જરૃરી વિગતો પણ સરળતાથી મેળવી શકાય છે.