જામજોધપુરના મેથાણ ગામમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની 13 વર્ષીય કિશોરીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં રહેતા પર પ્રાંતિય શ્રમિક પરિવારની 13 વર્ષીય કિશોરીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે. જે મામલે શેઠવડાળા પોલીસ તપાસ ચલાવી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના નારદા જિલ્લાના વતની અને હાલ જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા કાંતુભાઈ ભુંડિયાભાઈ દેવધા નામના આદિવાસી શ્રમિક પરિવારની 13 વર્ષની કિશોરી ટીનાબેન કાંતુભાઈ દેવધાએ કોઈ અગમ્ય કારણસર પોતાની વાડીમાં એક ઝાડની ડાળીમાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકના કુટુંબી અનિલભાઈ હુબલીયાભાઈ પરમારે પોલીસને જાણ કરતાં શેઠવડાળા પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.









