Gujarat
સાબરમતી નદીમાંથી પાણી છોડતા 13 ગામોને સાવચેત કરાયા
By GS Team
24 Aug 20251 min read
This article was originally published on 24 Aug 2025

- તારાપુરના 11 અને ખંભાતના બે ગામોનો સમાવેશ
આણંદ : ઉત્તર ગુજરાતના ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવવામાં આવ્યું છે. જેના પગલે સાબરમતી નદી પર વાસણા બેરેજમાંથી ૧૧૯૧૭ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. જેના પગલે નદી કાંઠાના તારાપુરના ૧૧, ખંભાત તાલુકાના ૨ ગામોને સાવચેત કરાયા છે.
વાસણા બેરેજમાં નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. જે અંતર્ગત નિચાણવાળા તમામ ગામોને સલામતીના યોગ્ય પગલાં લેવા માટે નાયર કાર્યપાલક ઇજનેર, પૂર નિયંત્રણ કક્ષ, અમદાવાદ સિંચાઇ યોજાનાના વર્તુળ દ્વારા જણાવવામાં આવ્યું છે. તારાપુરના ગલીયાણા, રીંઝા, ખડા, મિલરામપુર, ચિતરવાળા, દુગારી, નભોઇષ મોટા કલોદરા, ફતેપુરા, પચેગામ, કાસબારા અને ખંભાતના ગોલાણા પાંદડ સહિતના ગામોને સાવચેત કરાયા છે.




